Question
અકબરની ધાર્મિકનીતિની ચર્ચા કરો.

Answer

અકબરે બિનસાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી. તેણે હિંદુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને જજિયાવેરો રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી. તેણે હિંદુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઊંચા હોદ્દાઓ પર નીમ્યા હતા. તેણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ આપી હતી. બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેહપુર સિક્રીમાં 'ઇબાદતખાનું' (પ્રાર્થના મંદિર) બંધાવ્યું હતું. અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઇબાદતખાનામાં આમંત્રણ આપતો હતો. તે તેમની ધર્મચર્ચા ખૂબ ધ્યાનથી સાંભળતો હતો. તેમાંથી તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને 'દીન-એ-ઇલાહી' નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી. આમ, અકબરની ધાર્મિકનીતિ ઉદાર અને પ્રશંસનીય હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અમદાવાદની રથયાત્રાનું આયોજન કેવું હોય છે?
દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટવંશ અને યાદવવંશનો પરિચય આપો.
નીચે આપેલી આપત્તિઓને કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં વર્ગીકૃત કરો:
ઓધોગિક અકસ્માત, દુષ્કાળ, વાવાઝોડું, દાવાનળ, હુલ્લડ, ભૂકંપ, બૉમ્બ વિસ્ફોટ, જ્વાળામુખી, પૂર, આગ, ત્સુનામી
વિધાનસભાના સભ્યોને શું કહે છે? તેમની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે?
રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી હતી? આજની મહિલાઓએ કયાં કયાં ક્ષેત્રમાં અભ્યાસ કરવો જોઈએ? શા માટે?
પાણિપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું? તેનું શું પરિણામ આવ્યું હતું?
સહરાના રણની વનસ્પતિ અને પ્રાણીજગત વિશે લખો.
હવામાન એટલે શું? સમજાવો. અથવા ટૂંક નોંધ લખો: હવામાન
હવાનું પ્રદૂષણ અટકાવવા કયાં પગલાં લેવા જોઈએ?
મતદાર અને સરકાર અથવા ભારતીય મતદાનની વિશેષતાઓ જણાવો.