Question
અખો શા માટે સંસારત્યાગ કરે છે? એની મનઃસ્થિતિ જણાવો.

Answer

અખો સોની પ્રમાણિકતા, ચીવટ અને મહેનત દ્વારા ઘરેણાં ઘડવાનું કામ કરતો. બાદશાહની ટંકશાળમાં પણ તે કામ કરતો હતો. પડોશમાં રહેતી જમના તેની માનેલી બહેન હતી. પોતાની સગી બહેન કરતાં પણ અખાને જમના પ્રત્યે વધારે માન.સન્માન ને આદર હતા. જમના એકલી બાઈ હોવાથી તેને ત્રણસો રૂપિયા અખાના ઘરે મુકવા આપ્યા હતા. બે-ત્રણ વર્ષ પછી જમનાને અખા પર અવિશ્વાસ થતાં રૂપિયા પાછા મેળવવાના ભાને સોનાની કંઠી પહેરવાની ઈચ્છા અખા સામે વ્યક્ત કરી. અખાએ તેના ત્રણસો રૂપિયા બીજા $100-150$ રૂપિયા ઉમેરી, કુલ $400-450$ રૂપિયાના સોનામાંથી કંઠી ઘડીને જમના માટે તૈયાર કરી.
લાલદાસ શેઠ, અખાના સ્વભાવ ને કામથી આકર્ષાયેલા અને તેમનું બંધુ કામ અખાને સોંપતા. શેઠની હાજરીમાં રાજના સિપાઈઓ ટંકશાળના સોના-ચાંદીના સિક્કામાં હલકી ધાતુ ભેળવવાના આરોપસર અખાને સૂબેદારની કચેરીએ લઇ જાય છે.
આ તરફ જમનાની તૈયાર થયેલી કંઠી સફાઈ કરવાનું બાકી રાખીને જમના લઇ જાય છે. જમના સીધી ચોક્સીને ત્યાં જઈ તેની કિંમત કરાવડાવે છે. ત્યાંથી પાછી અખાને ત્યાં, કંઠી સફાઈ કરાવવા આવે છે. આ દરમિયાન અખો રાજના આરોપમાંથી મુક્ત થઈ ઘરે પાછો ફરે છે. જમનાને ખબર પડે છે કે અખો તેનાં કામમાં પૂરો પ્રમાણિક છે. આ હકીકત જાણ્યા પછી, કંઠીની કિંમત ચોક્સીને ત્યાં કરાવવાની વાત અખાને તે જણાવી શકતી નથી. તેને વસવસો થાય છે. અખાના આગ્રહથી તેંજ મન પર્ણો ભર હળવો કરવાના આશયથી જમના પોતે જાતે જ અખા સમક્ષ પોતાની ભૂલ કબૂલ કરે છે.
પોતે માનેલી બહેન, જે અખાને મન સંગી બહેન કરતાં વધારે ભાળી હતી, જેને માટે અખાને ઘણાં માન સન્માન હતાં તેને જ અખાનો અવિશ્વાસ કર્યો આ આઘાત અખા માટે દુઃખદાયક બની રહ્યો.
અખાનું મન સંસારમાંથી ઊઠી ગયું. તેના મનમાં વિવિધ વિચાર-વમળ ઉભરાતા ગયા. મન-મન્થનના અંતે અખાને લાગ્યું કે તેને સોનીનું કામ કર્યું ત્યારે જ તેના પર પ્રથમ રાજ્ય અને તે પછી પોતાની માનેલી બહેને અવિશ્વાસ મૂક્યોને ! તો સોનીનું કામ હવેથી કરવું જ નથી! મનોમન આ મુજબ નિર્ણય કરીને અખાએ સોની કામના બધા હથિયાર કૂવામાં નાંખ્યા. તેની માલ-મિલકત તેમજ ઘર વગેરેની જવાબદારી લાલદાસ શેઠને સોંપતા જણાવે છે કે આ બધું જમનાને આપજો! તે પછી, અખો સંસાર ત્યાગ કરે છે ને સંસાર, તેના રીત-રિવાજ, આડંબર અને અંધવિશ્વાસ, કુરિવાજ વગેરે જેવા દુષણો પર અમર રચનાઓ કરે છે જે ‘અખાના છપ્પા’ તરીકે યાદગાર બની છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free