Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 9ગણિતબહુપદીઓ2 Marks
Question
અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને $y^2 - 5y + 6$ ના અવયવ પાડો.
✓
Answer
ધારો કે $p(y) = y^2 – 5y + 6,$ હવે જો $p(y) = (y - a) (y – b)$, તો સ્પષ્ટ છે કે $ab$ અચળ પદ છે. તેથી $ab = 6,$
તેથી $p(y)$ ના અવયવો શોધવા માટે $6$ ના અવયવોનો વિચાર કરીએ. $6$ ના અવયવો $: 1, 2, 3$ અને $6$
હવે, $p(2) = 2^2 - (5 \times 2) + 6 = 0$
તેથી, $y - 2$ એ $p(y)$ નો અવયવ છે.
આ ઉપરાંત, $p(3) = 3^2 - (5 \times 3) + 6 = 0$
તેથી, $y - 3$ એ પણ $y^2 - 5y + 6$ નો અવયવ છે.
તેથી, $y^2 - 5y + 6 = (y - 2) (y - 3)$.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.