Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઇ પદાર્થનું તાપમાન $10$ મિનિટમાં $3T$ થી $2T$ જેટલું ઠંડુ પડે છે. ઓરડાનું તાપમાન $T$ છે. અહીં ન્યુટનના શીતનના નિયમનું પાલન થાય છે તેમ ધારો. પછીની $10\; min$ બાદ પદાર્થનું તાપમાન કેટલું થશે?
સમાન દ્રવ્યના અને સમાન પરીમાણ ધરાવતા ચાર સળિયા જોડીને ચોરસ બનાવવામાં આવે છે.તેના એક વિકર્ણ વચ્ચે તાપમાન તફાવત $ {100^o}C $ હોય,તો બીજા વિકર્ણ વચ્ચે તાપમાન તફાવત ........ $^oC$
બે પદાર્થ $A$ અને $B$ જેનું વજન, ક્ષેત્રફળ અને બાહ્ય સપાટી એક સરખાં છે જેની વિશિષ્ટ ઉષ્મા $S_A$ અને $S_B\left(S_A > S_B\right)$ છે તેમને આપેલા તાપમાને ઠંડા પાડવામાં આવે છે તો સમય સાથે તાપમાનમાં કેટલો ફેરફાર થાય?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક દિવાલમાં એકાંતરે ક્રમશ: $K_1 $ અને $K_2$ ઉષ્મા વાહકતા ધરાવતા $d$ લંબાઇના બ્લોક્સ ધરાવે છે. આ બ્લોક્સના આડછેદના ક્ષેત્રફળ સમાન છે. આ દિવાલની ડાબી અને જમણી બાજુ વચ્ચેની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય?
$0.36\; m^2$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને $0.1\; m$ જાડાઈ ધરાવતા પથ્થરની નીચેની સપાટી $100^{\circ} C$ તાપમાને વરાળ સાથે સંપર્કમાં છે. ઉપરની સપાટી $0^{\circ} C$ તાપમાને રહેલા બરફના સંપર્કમાં છે. એક કલાકમાં $4.8 \;kg$ બરફ પીગળે છે. આ પથ્થરની ઉષ્માવાહકતા ........ $J / m / s /{ }^{\circ} C$ હશે?
જો સ્ટીલ અને કોપરના સળિયા માટે અનુક્રમે $K _{1}$ અને $K _{2}$ એ ઉષ્મીય વાહકતા, $L _{1}$ અને $L _{2}$ લંબાઈ અને $A _{1}$ અને $A _{2}$ એ આડછેદનું ક્ષેત્રફળ એવા છે કે જેથી $\frac{K_{2}}{K_{1}}=9$, $\frac{A_{1}}{A_{2}}=2, \frac{L_{1}}{L_{2}}=2$ હોય તો, આકૃતિમાં દર્શાવેલ સંરચના માટે, જો સ્ટીલ કોપર જંકશન સ્થિતિ સ્થિતમાં હોય તો, $T$ નું મૂલ્ય ...........$^{\circ} C$ થશે.