Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થિર તરંગને $ Y = A\sin (100t)\cos (0.01x) \;m$ વડે દર્શાવવામાં આવે છે. જ્યાં $Y$ અને $A$ મિલિમીટરમાં, $t$ સેકન્ડમાં અને $x$ મીટરમાં છે. તરંગનો વેગ ($m/s$ માં) કેટલો થાય?
એક ગતિ કરતાં તરંગ સ્પંદનું સમીકરણ $y=\frac{4}{3 x^2+48 t^2+24 x t+2}$ છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તો તરંગની ઝડ૫ ......... $m / s$ છે.
ધન $x$-દિશામાં પ્રસરણ પામતા તરંગનો $t=0$ સમયે કંપવિસ્તાર $y=\frac{1}{(1+x)^{2}}$ અને $t=1\;s$ સમયે કંપવિસ્તાર $y=\frac{1}{1+(x-2)^{2}}$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $x$ અને $y$ મીટરમાં છે. પ્રસરણ દરમિયાન તરંગનો આકાર બદલાતો નથી. તરંગનો વેગ ($m /s$ માં) કેટલો હશે?
બે સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $5$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે,એક સ્વરકાંટાની આવૃત્તિ $512$ છે. બીજા સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા વધે છે, તો બીજા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય?
$50\,cm$ લંબાઈ અને $10\,g$ દળ ધરાવતી એક દોરી પરથી પસાર થતા લંબગતત તરંગોની ઝડપ $60\,ms ^{-1}$ જેટલી છે. તારના આડછેદનું ક્ષેત્રફળ $2.0\,mm ^2$ અને તેનો યંગ-મોડ્યુલસ $1.2 \times 10^{11}\,Nm ^{-2}$ છે. તારમાં તણાવને કારણે તેની મૂળ પ્રાકૃતિક લંબાઈ કરતા (લંબાઈમાં) વિસ્તરણ $x \times 10^{-5} \;m$ જેટલું છે. $x$ નું મૂલ્ય $............$ થશે.
સ્વરકાંટો $1$ અને સ્વરકાંટો $2$ સાથે અવાજ કરીને પ્રતિ સેકન્ડ $4$ સ્પંદ ઉત્પન કરે છે. હવે સ્વરકાંટાના છેડા પર પટ્ટી ચોટાડવામાં આવે છે. હવે ફરીથી બંને સ્વરકાંટાને સાથે વગાડતા પ્રતિ સેકન્ડ $6$ સ્પંદ ઉત્પન્ન થાય છે. જો સ્વરકાંટાની $1$ ની આવૃતિ $200 \,Hz$ હોય, તો સ્વરકાંટા $2$ ની મુળ આવૃતિ ......... $Hz$ હશે?