Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5.0\;m$ અને $5.5\;m$ તરંગલંબાઇ ધરાવતા બે તરંગો કોઈ એક વાયુમાં $330\;m/s $ ના વેગથી ગતિ કરે છે. આપણે પ્રતિ સેકન્ડે કેટલી સ્પંદની સંખ્યાની અપેક્ષા રાખી શકીએ?
એક સંગીત સાધનમાં તારની લંબાઇ $90 \;cm$ અને મૂળભૂત આવૃતિ $120 \;Hz$ છે તો આ તારને .............. $cm$ સુધી દબાવવું જોઈએ કે જેથી તે $180 \;Hz$ જેટલી મૂળભૂત આવૃતિ ઉત્પન્ન કરે.
એક અનુનાદ નળીના પ્રયોગમાં જ્યારે નળીમાં તળીએથી $17.0\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય ત્યારે તે આપેલ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. જ્યારે પાણીનું સ્તર વધારીને $24.5\, cm$ કરવામાં આવે ત્યારે તે ફરીથી તે અનુનાદ કરે છે. જો હવામાં ધ્વનિની ઝડપ $330\, m / s $ હોય તો સ્વરકાંટાની આવૃતિ કેટલા $Hz$ હશે?
એક ટ્રેન $320\,Hz$ આવૃતિની વ્હિસલના અવાજ સાથે પ્લેટફોર્મ પર ઉભેલા નિરીક્ષક તરફ $66\,m / s$ ની ઝડપથી ગતિ કરે છે. તો નિરીક્ષકે નોંધેલી આવૃતિ $.........Hz$ થાય. (ધ્વનિની ઝડપ $=330\,ms ^{-1}$ )
એક સ્ત્રોત અને અવલોકનકાર એકબીજાથી જમીનની સાપેક્ષે $10\; m/s$ ના વેગથી દૂર જાય છે. જો અવલોકનકારને સ્ત્રોતમાંથી આવતા ધ્વનિની આવૃતિ $1950 \;Hz$ જેટલી સંભળાટિ હોય તો સ્ત્રોતની સાચી આવૃતિ કેટલા $Hz$ હશે? (ધ્વનિની હવામાં ઝડપ$=340 \;m/s$)
$30\,cm$ લંબાઈ ધરાવતા તારને બે દઢ આધાર વડે ખેંચેલો રાખતા તે અનુક્રમે $400\; Hz$ અને $450\; Hz$ આવૃત્તિએ તેનો $n$મો અને $(n +1)$ મો હાર્મોનિક ધરાવે છે. જો દોરીમાં તણાવ $2700 \;N$ હોય, તો તેની રેખીય દળ ઘનતા $.......$ $kg/m$ થશે.