Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અજાણી આવૃતિનો સ્વરકાંટાને $254 \,Hz$ ની આવૃતિના સ્વરકાંટા સાથે વગાડતા પ્રતિ સેકન્ડ $4$ સ્પંદ ઉત્પન્ન થાય છે. અજાણી આવૃતિના સ્વરકાંટાને મિણથી ભરતા તે પ્રતિ સેકન્ડ સમાન સ્પંદ આપે છે. મિણ ભરતા પહેલાની અજાણી આવૃતિ કેટલી હશે.
$9.0 \times 10^{-4} \;{kg} / {m}$ રેખીય ઘનતા ધરાવતા તારને બે દઢ આધાર સાથે $900\; {N}$ તણાવબળ રહે તેમ બાંધેલ છે. તેની અનુનદીત આવૃતિ $500\;{Hz}$ છે. સમાન તારની તેની પછીની અનુનદીત આવૃતિ $550\; {Hz}$ છે. તારની લંબાઈ $({m}$ માં) કેટલી હશે?
દોરી પરના લંબગત હાર્મેનિક તરંગને $y(x, t)=5 \sin (6 t+0.003 x)$ વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં $x$ અને $y$ $cm$ માં અને $t$ સેકન્ડમાં છે. તરંગનો વેગ $..........\,ms^{-1}$ છે.
અનુનાદીય નળીની મદદથી આરડાના તાપમાને હવામાં ધ્વનિની વેગ માપવાના પ્રયોગમાં, હવાના સ્તંભની લંબાઈ $20.0\,cm$ હોય છે ત્યારે $400 \,Hz$ આવૃત્તિ ધરાવતા ધ્વનિ ચીપીયા માટે પ્રથમ અનુનાદ મળે છે.ઓરડાના તાપમાને ધ્વનિનો વેગ $336 \,ms ^{-1}$ છે. જ્યારે હવાનાં સ્તંભની લંબાઈ ............ $cm$ હશે ત્યારે ત્રીજો અનુનાદ મળે છે.
$9 \times 10^{-3} \,kg\, cm ^{-3}$ ઘનતા ધરાવતા તારને બે $1\, m$ દૂર રહેલા ક્લેમ્પ સાથે જડેલ છે. તારમાં પરિણામી વિકૃતિ $4.9 \times 10^{-4}$ હોય તો તારમાં લંબગત કંપનની નાનામાં નાની આવૃતિ કેટલા $HZ$ હશે? (જવાબ નજીકતમ પૂર્ણાંકમાં આપો)
$340 \,Hz$ ની આવૃત્તિ ધરાવતો એક ધ્વની ચિપીયો, એક નળાકારીય નળીમાં $125 \,cm$ લંબાઈના હવાના સ્તંભની સાથે તેના મૂળભૂત મોડમાં અનુનાદ અનુભવે છે. જ્યારે તેમાં ધીમે-ધીમે પાણી ભરવામાં આવે છે, ત્યારે ફરીવાર અનુનાદ થાય તે માટે ની પાણીની ઓછામાં ઓછી ઊંચાઈ .............. $cm$ હશે. (ધ્વનિનો વેગ $340 \,ms ^{-1}$ )