Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અજ્ઞાત આવૃત્તિ ધરાવતા સ્વરકાંટા $A$ સાથે $340\, Hz$ આવૃત્તિ ધરાવતા જ્ઞાત સ્વરકાંટા $5$ સ્પંદ/સેકન્ડ ઉત્પન્ન કરે. જ્યારે સ્વરકાંટા $A$ ને ઘસીને ટૂંકો કરવામાં આવે છે ત્યારે સ્પંદ આવૃત્તિ ઘટીને $2$ સ્પંદ/સેકન્ડ થાય છે. સ્વરકાંટા $A$ ની આવૃત્તિ કેટલી હશે ? ($Hz$ માં)
$500\,Hz$ ની આવૃત્તિ ધરાવતા તરંગ પર $60^{\circ}$ નો કળા તફાવત ધરાવતા ક્રમિક બે બિંદુઓ વચ્ચેનું અંતર $6.0\,m$ છે. તરંગ જે વેગથી ગતિ કરે છે તે $.........\,km / s$ છે.
$5.0\;m$ અને $5.5\;m$ તરંગલંબાઇ ધરાવતા બે તરંગો કોઈ એક વાયુમાં $330\;m/s $ ના વેગથી ગતિ કરે છે. આપણે પ્રતિ સેકન્ડે કેટલી સ્પંદની સંખ્યાની અપેક્ષા રાખી શકીએ?
અનુનાદ નળીના પ્રયોગમાં $512 Hz$ નો સ્વરકાંટો વાપરવામાં આવે છે. પ્રથમ અનુનાદ $30.7\, cm$ અને બીજો અનુનાદ $63.2 cm$ પર થાય છે. ઘ્વનિનો વેગ માપવામાં કેટલી ખામી રહે ...... $cm/sec$ ? (હવામાં ધ્વનિની ઝડપ =$ 332 ms^{-1}$ )
કાર જ્યારે અવલોકનકાર તરફ ગતિ કરે છે ત્યારે હોર્નની આવૃત્તિ $100\,Hz$ જ્યારે છે તે અવલોકનકારને છોડી દૂર જાય છે ત્યારે $50\,Hz$ આવૃત્તિ અનુભવાય છે. જ્યારે અવલોકનકાર કાર સાથે જ ગતિ કરતો હોય ત્યારે આવૃત્તિ $\frac{x}{3}\,Hz$ મળે છે. $x$ નું મૂલ્ય $.................$ હશે.