હવે, આકૃતિ પ્રમાણે ત્રણ કણો \(A\), \( B\) અને \( C\) ઊગમબિંદુથી અનુક્રમે \(r_1\), \(r_2\) અને \(r_3\) ત્રિજ્યાવાળાં વર્તુળો ઉપર સમાન કોણીય વેગથી ચાકગતિ કરે છે.
હવે રેખીય વેગ
\(v=r\omega\) \(⇒\)
કણ \( A\) નો રેખીય વેગ \( = v_1 = r_1\omega\)
કણ \( B \) નો રેખીય વેગ \( = v_2= r_2\omega \)
કણ \(C\) નો રેખીય વેગ\( =v_3=r_3\omega\)
પણ \(r_1\), \(r_2\) અને \(r_3\) જુદા જુદા હોવાથી, \(v_1\), \(v_2\) અને \(v_3\) પણ જુદા જુદા મળે.
માટે ચાકગતિ કરતા દૃઢ પદાર્થ પરનાં દ્રવ્યમાન કેન્દ્રથી અલગ અલગ અંતરે રહેલા કણો, સમાન કોણીય વેગથી, પણ અલગ અલગ રેખીય વેગથી ગતિ કરે છે.