Question
ચિત્રાકૃતિ ઉદાહરણ સહિત સમજાવો.

Answer

  • જે પ્રકારની માહિતી આપેલી હોય તેને અનુરૂપ ચિત્ર દ્વારા માહિતીની રજૂઆત કરવામાં આવે તે આકૃતિનેચિત્રાકૃતિ કહેવામાં આવે છે.
  • જેમ કે જો માહિતીમાં વસ્તીને લગતાં આંકડા આપેલા હોય તો તેની રજૂઆત માનવચિત્રોવાળી આકૃતિ દ્વારા કરવામાં આવે છે.
  • તેવી જ રીતે અનાજના ઉત્પાદન માટે ડુંડાનું ચિત્ર, દૂધનું ઉત્પાદન દર્શાવવા માટે દૂધની બાટલીનું ચિત્ર, મત્સ ઉત્પાદન દર્શાવવા માટે માછલીનું ચિત્ર વગેરે દ્વારા માહિતીની રજૂઆત કરી શકાય.
  • ચિત્રાકૃતિ દ્વારા લોકોનું ધ્યાન સહેલાઈથી આકર્ષિત કરી શકાય છે.
  • નિરક્ષરો, ઓછું ભણેલ વ્યક્તિઓ અને બાળકોને માહિતી સમજાવવા માટે આ રીત વધુ ઉપયોગી છે.
  • ચિત્રાકૃતિ સમજવામાં ભાષાના બંધનો નડતા નથી.
  • ચિત્રાકૃતિ દ્વારા માહિતીની રજૂઆત કરવાની પદ્ધતિ $\text{ISOTYPE}\ ($International System of Typhographic Pictorial Education$)$ તરીકે જાણીતી છે.
  • વેપારીઓ અને ઉત્પાદકો પોતાની વસ્તુઓ કે ઉત્પાદનની જાહેરાત માટે ચિત્રાકૃતિનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે.
  • અલબત્ત આ પદ્ધતિનો મુખ્ય ગેરફાયદો એ છે કે આંકડાશાસ્ત્રીય વિશ્લેષણમાં તેના ઉપયોગ ખૂબ મર્યાદિત છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક કોલેજમાં કુલ $1500$ વિદ્યાર્થીઓમાંથી $900$ છોકરાઓ હતા. તેમાંથી $250$ છોકરાઓ વિજ્ઞાનપ્રવાહના હતા જ્યારે $250$ છોકરીઓ વાણિજ્ય પ્રવાહમાં હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો.
નીચલી કોર્ટમાંથી મળેલા ચુકાદાને પડકાર આપવા સ્વરૂપે $7$ કેસ ઊપલી કોર્ટમાં જાય છે. જયાં ચુકાદો બદલાઈ શકે છે. આ $7$ કેસમાંથી બદલાયેલા ચુકાદાની સંખ્યા બહુમતીમાં હોય તેવું કેટલી રીતે બની શકે $?$
કંપની $A$ ની જુદાં$-$જુદાં $4$ મૉડલની કાર અને કંપની $B$ ની જુદાં$-$જુદાં $4$ મૉડલની કાર એક પાર્કિંગ પ્લૉટમાં એક હારમાં કેટલી રીતે પાર્ક કરી શકાય કે જેથી બંને કંપનીની કાર વારાફરતી આવે $?$
એક માહિતીનો ચલનાંક 30 %, મધ્યક 40 અને વિષમતાંક 0.25 હોય, તો બહુલક શોધો.
જો $f(x) \frac{x^{3}+1}{x^{2}-2 x+1}$  જ્યાં $x z - \{1\}$ હોય, તો $f(-2), f(-1)$ અને $f(0)$ મેળવો.
$120$ પાનાંના એક પુસ્તકમાં પાના દીઠ શબ્દોની સંખ્યાનો મધ્યક $231$ છે. જો પ્રથમ $20$ પાનાંના શબ્દોની સંખ્યાનો મધ્યક $236$ હોય, તો બાકીનાં $100$ પાનાંના શબ્દોની સંખ્યાનો મધ્યક મેળવો.
એક માહિતીમાં મધ્યક $=\frac{9}{10}$બહુલક અને પ્રમાણિત વિચલન $=\frac{1}{6}$બહુલક હોય, તો વિષમતાંક શોધો
એક માહિતીમાં બહુલક એ મધ્યક કરતાં 1.25 ગણો અને પ્રમાણિત વિચલન એ મધ્યકના ત્રીજા ભાગનું છે, તો વિષમતાંક શોધો.
$f(x)=x+\frac{1}{x+1}$ માટે $f(-x)+f(x)$ ની કિંમત શોધો.
એક ફૂટનો વેપારી $40$ સફરજન પેટીમાથી $10$ પેટી તો પદિક ના સબંધીઓને મોકલવા માંગે છે. નિદર્શનો ઉપયોગ શક્ય બધા જ નિદર્શો મેળવો.