Question types

માહિતીનું નિરૂપણ question types

204 questions across 6 question groups — pick any mix to generate a આંકડાશાસ્ત્ર paper with step-by-step answer keys.

204
Questions
6
Question groups
5
Question types
Sample Questions

માહિતીનું નિરૂપણ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
સતત ચલ માટેના વર્ગો $0 - 9, 10 - 19, 20 – 29, 30 – 39$ છે અને તેની આવૃત્તિ અનુક્રમે $10, 20, 40, 10$ છે. તો સીમાબિંદુ $29.5$ ને અનુરૂપ ‘થી ઓછી’ સંચયી આવૃત્તિ કેટલી થાય $?$
  • A
    $30$
  • B
    $50$
  • $70$
  • D
    $80$

Answer: C.

View full solution
Q 2MCQ1 Mark
એક અસતત ચલની કિંમતો $0, 1, 2, 3, 4$ માટેની આવૃત્તિઓ અનુક્રમે $2, 4, 6, 8, 14$ છે, તો ચલની કિંમત $2$ ને અનુરૂ૫ થી વધુ' સંચયી આવૃત્તિ ' કેટલી થાય $?$
  • $28$
  • B
    $12$
  • C
    $34 $
  • D
    $6$

Answer: A.

View full solution
Q 3MCQ1 Mark
અનિવારક વર્ગો $10 - 19.5, 20 – 29.5, 30 - 39.5$ છે, તો બીજા વર્ગની નિવારક સીમાઓ કઈ થશે $?$
  • A
    $19.5 - 29.5 $
  • $19.75 - 29.75$
  • C
    $20 – 30$
  • D
    $19 - 29$

Answer: B.

View full solution
Q 4MCQ1 Mark
કોઈ એક અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર $55$ છે અને તેને છ સમાન વર્ગ લંબાઈવાળા વર્ગોમાં વિભાજિત કરવાની હોય તો વર્ગલંબાઈ કેટલી થાય $?$
  • $10$
  • B
    $9$
  • C
    $9.17$
  • D
    $10.17$

Answer: A.

View full solution
Q 5MCQ1 Mark
સતત આવૃત્તિ$-$વિતરણમાં વર્ગની વર્ગલંબાઈ એટલે શું $?$
  • A
    બે ક્રમિક અધઃસીમાબિંદુની સરેરાશ
  • B
    વર્ગની વર્ગસીમાઓની સરેરાશ
  • વર્ગની ઊર્ધ્વ સીમાબિંદુ અને અધઃસીમાબિંદુઓ વચ્ચેનો તફાવત
  • D
    વર્ગના ઊર્ધ્વ સીમાબિંદુ અને અધઃસીમાબિંદુની સરેરાશ

Answer: C.

View full solution
નીચે આપેલ આવૃત્તિ $–$ વિતરણ માટે ‘થી ઓછા ‘ પ્રકારનું સંચયી આવૃત્તિ $–$ વિતરણ બનાવો.
પ્રાપ્તાંક $10$ $20$ $30$ $40$ $50$
આવૃત્તિ $10$ $30$ $30$ $20$ $10$
View full solution
વર્ગ $0-9$ $10-24$ $25-49$ $50-74$ $75-100$
આવૃત્તિ $10$ $20$ $30$ $20$ $10$
ઉપર જણાવેલ આવૃત્તિ $–$ વિતરણમાં દરેક વર્ગની વર્ગલંબાઈ જણાવો.
View full solution
એક ઓફિસમાં કામ કરતા $40$ કર્મચારીઓમાં $60 \%$ સ્ત્રીઓ હતી અને બાકીના $40 \%$ પુરુષો હતા. $50 \%$ પુરુષો પરિણીત હતા. જ્યારે પરિણીત અને અપરિણીત સ્ત્રીઓનું પ્રમાણ $5 : 3$ હતું. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં દર્શાવો.
View full solution
નીચે આપેલ આવૃત્તિ$-$વિતરણ પરથી મૂળ આવૃત્તિ$-$વિતરણ મેળવો :
મધ્યકિંમત $250$ $350$ $450$ $550$ $650$ $750$ કુલ
આવૃત્તિ $20$ $80$ $80$ $40$ $60$ $20$ $300$
View full solution
નીચેની માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો :કોઈ એક બેન્કમાં નોકરીની જાહેરાતના જવાબમાં કુલ $2000$ અરજીઓ આવી હતી. તે પૈકી $50 \%$ ઉમેદવારો સ્નાતક હતા,
$40 \%$ ઉમેદવારો અનુસ્નાતક હતા. જ્યારે બાકીના $10 \%$ ઉમેદવારો અન્ય વ્યાવસાયિક લાયકાત ધરાવતા હતા. સ્નાતક ઉમેદવારો પૈકી $60 \%$ પુરુષો હતા અને તેમાંથી $25 \%$ પરિણીત હતા. $40 \%$ સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરિણીત હતી. અનુસ્તાનક ઉમેદવારો પૈકી $60 \%$ પુરુષો હતા. તે પૈકી $40 \%$ પરણેલા હતા, જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી $50 \%$ સ્ત્રીઓ પરણેલી હતી. વ્યાવસાયિક લાયકાત ધરાવતી $30 \%$ સ્ત્રીઓ પૈકી $60 \%$ સ્ત્રીઓ પરણેલી હતી. જ્યારે તેમાં પરિણીત અને અપરિણીત પુરુષોની સંખ્યા સમાન હતી.
View full solution
એક શાળામાં $2013$ ના વર્ષમાં કુલ $1200$ વિદ્યાર્થીઓ ભણતા હતા. તેમાં કુલ $400$ છોકરીઓ હતી અને તેમાંથી $50$ છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી. શાળાના કુલ $600$ છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા. $2014$ ના વર્ષમાં તે શાળામાં છોકરાઓની સંખ્યા $20$ ટકાનો તેમજ છોકરીઓની સંખ્યામાં $30$ ટકાનો વધારો થયો. આ વર્ષે $260$ છોકરાઓ અને $100$ છોકરીઓ હોસ્ટેલમાં રહેતા ન હતા. વર્ષ $2015$ માં તે શાળામાં $140$ છોકરાઓ તેમજ $100$ છોકરીઓનો ઉમેરો થયો અને આ તમામ નવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સાથે જ રહેતા હતા. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો.
View full solution
એક શાળાના કુલ $850$ વિદ્યાર્થીઓ હતા જેમાં ધોરણ $10, 11$ અને $12$ માં વિધાર્થીઓનું પ્રમાણ $8 : 5 : 4$ હતું. ધોરણ$-10$ શાળામાં કુલ વિદ્યાર્થીઓનાં $30 \%$ છોકરાઓ હતા. ધોરણ$-11$ માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. ધોરણ$-12$ માં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં ત્રણ ગણી હતી. આ માહિતીને કોષ્ટકમાં દર્શાવો.
View full solution
એક કારખાનામાં કામ કરતા $30$ કામદારોની $30$ દિવસ દરમિયાન ગેરહાજરીની સંખ્યા નીચે મુજબ છે, તો યોગ્ય આવૃત્તિ$-$વિતરણ તેયાર કરો અને તે પરથી “થી ઓછા” પ્રકારનું સંચયી આવૃત્તિ$-$વિતરણ બનાવો.
$0$ $1$ $4$ $5$ $4$ $0$ $0$ $2$ $3$ $4$ $1$ $2$ $6$ $4$ $0$
$3$ $2$ $3$ $2$ $1$ $1$ $0$ $2$ $1$ $1$ $3$ $3$ $5$ $1$ $3$
View full solution
નીચે જણાવેલ આવૃત્તિ$-$વિતરણ પરથી “થી ઓછું” અને “થી વધુ” પ્રકારનું સંચયી આવૃત્તિ$-$વિતરણ મેળવો.
વર્ગ $25-29$ $30-34$ $35-39$ $40-44$ $45-49$ $50-54$ $55-59$ કુલ
આવૃતિ $3$ $8$ $10$ $5$ $15$ $8$ $1$ $50$
View full solution
એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું વિદ્યાશાખા અને જાતિ અનુસાર વર્ગીકરણ કરવામાં આવ્યું ત્યારે કુલ $40,000$ વિદ્યાર્થીઓ પૈકી $60 \%$ છોકરાઓ હતા. ઇજનેરી શાખામાં છોકરીઓની સંખ્યા વાણિજ્ય વિદ્યાશાખાની છોકરીઓ કરતાં ત્રણ ગણી હતી. દાક્તરી શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યા $10 \%$ છોકરીઓ અને $15 \%$ છોકરાઓ હતાં. વિજ્ઞાનશાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાનાં $20 \%$ પૈકી છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યાના સાતમા ભાગની હતી જ્યારે વિનયન શાખામાં કુલ સંખ્યાના $7 \%$ છોકરાઓ અને $17 \%$ છોકરીઓ હતી. વાણિજ્ય શાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા યુનિવર્સિટીની કુલ સંખ્યાના $3.75 \%$ હતી. જેમાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ $3: 7$ હતું. ઉપર જણાવેલ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો.
View full solution
એક શાળાના $30$ વિદ્યાર્થીઓની ઊંચાઈ $($સેમીમાં$)$ માપતા નીચેની માહિતી મળે છે. તેના પરથી $6$ વર્ગોમાં વર્ગીકૃત થયેલ
અનિવારક આવૃત્તિ$-$વિતરણ તૈયાર કરો અને તે પરથી ‘થી ઓછા’ અને ‘થી વધુ’ પ્રકારનું આવૃત્તિ$-$વિતરણ પણ તૈયાર કરો.
$\text{141 145 152 150 150 159 148 163 162 151 155 148}$
$\text{145 162 161 152 168 153 149 148 162 158 157 160}$
$\text{153 149 154 165 141 149}$
આ વિતરણનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ લખો :
$(1)$ જો એન.સી.સી.ની પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે $160$ સેમી ઊંચાઈ જરૂરી હોય તો આમાંથી કેટલા વિદ્યાર્થીઓ તે પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે $?$
$(2)$ વિદ્યાર્થી ઊંચાઈ $153$ સેમીથી $163$ સેમીની વચ્ચે હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.
$(3)$ સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ત્રીજા ભાગના વિદ્યાર્થીઓની મહત્તમ ઊંચાઈ શોધો.
View full solution
એક કારખાનાના માલિક દરરોજ ઘરવપરાશમાં ઉપયોગી હોય તેવા $50$ મિક્સરનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ કારીગરોની સંખ્યામાં બદલાવને કારણે દરરોજ જુદી જુદી સંખ્યામાં મિક્સરનું ઉત્પાદન થતું હતું. $40$ દિવસ દરમિયાન ઉત્પાદનમાં થતા ફેરફારો નિશ્ચિત સંખ્યા $(100)$ ની સાપેક્ષમાં નીચે પ્રમાણે નોંધવામાં આવ્યા હતા. તે પરથી કોઈ એક વર્ગની મધ્યકિંમત $3$ હોય અને દરેક વર્ગની વર્ગલંબાઈ $6$ હોય તેવું નિવારક સતત આવૃત્તિ$-$વિતરણ બનાવો તેમજ તેના પરથી ‘થી ઓછા’ અને ‘થી વધુ’ પ્રકારનું સંચયી આવૃત્તિ$-$વિતરણ પણ બનાવો.
$7$ $6$ $12$ $16$ $17$ $18$ $11$ $-5$ $10$ $3$ $10$ $7$
$8$ $14$ $-10$ $16$ $-7$ $20$ $9$ $12$ $-2$ $0$ $5$ $-4$
$23$ $6$ $-3$ $4$ $4$ $3$ $4$ $2$ $0$ $22$ $1$ $5$
$-1$ $5$ $19$ $6$  
View full solution
શેરબજારમાં એક શેરના બંધભાવ $30$ દિવસ માટે નીચે મુજબ છે. આ માહિતી પરથી એક વર્ગની વર્ગસીમા $18.5 – 20.5$ હોય તેવું નિવારક સતત આવૃત્તિ$-$વિતરણ તૈયાર કરો :
$10.50$ $14.70$ $17.20$ $15.20$ $14.50$ $19.20$ $15.80$ $19.30$
$18.40$ $20.50$ $18.70$ $14.90$ $18.50$ $16.90$ $10.50$ $12.50$
$13.60$ $12.50$ $18.50$ $18.60$ $14.00$ $16.20$ $13.30$ $13.30$
$18.60$ $17.60$ $20.20$ $14.50$ $20.80$ $14.90$  
આવૃત્તિ$-$વિતરણ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો :
$(1)$ ચોથા વર્ગની મધ્યકિંમત લખો.
$(2)$ શેરનો બંધ ભાવ વધુમાં વધુ $Rs. 16.50$ હોય તેવા દિવસોની સંખ્યા કેટલી $?$
$(3)$ શેરનો બંધ ભાવ ઓછામાં ઓછો $Rs. 19.50$ હોય તેવા દિવસોની સંખ્યા કેટલી $?$
View full solution
આંખ માટેના લેન્સ બનાવતા એક ઉત્પાદન એકમમાં એક દિવસ દરમિયાન ઉત્પાદન થયેલ જથ્થામાંથી $25$ લેન્સનો એક નિદર્શમાં લેન્સની જાડાઈ મિલીમિટરમાં નીચે પ્રમાણે છે, તો આ માહિતીને સમાન વર્ગલંબાઈવાળા પાંચ વર્ગોમાં વિતરીત કરો.
$1.518$ $1.509$ $1.527$ $1.505$ $1.520$
$1.511$ $1.518$ $1.522$ $1.528$ $1.528$
$1.520$ $1.520$ $1.514$ $1.508$ $1.525$
$1.506$ $1.519$ $1.523$ $1.521$ $1.517$
$1.514$ $1.515$ $1.516$ $1.521$ $1.507$
જો ઉત્પાદન એકમના અધિકારી એવું નક્કી કરે કે $1.510$ મિમિથી ઓછી તેમજ $1.525$ મિમિ કે તેથી વધુ જાડાઈ ધરાવતા લેન્સને ખામીવાળા ગણવા તો તમે કરેલ વર્ગીકરણ પરથી નિદર્શમાં કેટલા ટકા ખામીવાળા એકમો હશે તે જણાવો.
View full solution

Generate a માહિતીનું નિરૂપણ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App