Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે આંટા ધરાવતા વર્તુળાકાર ગાળામાં વહેતા પ્રવાહને કારણે તેના કેન્દ્ર આગળ $B _1$ જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન થાય છે. આ ગુંચળાને ખોલી તેને ફરી $5$ આંટા ધરાવતા વર્તુળાકાર ગાળા (ગૂંચળા)માં વીટાળવામાં આવે છે અને તેના કેન્દ્ર આગળ સમાન પ્રવાહ માટે $B _2$ જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન કરે છે. $\frac{B_2}{B_1}$ ગુણોત્તર $........$ થશે.
$30$ કાપા ધરાવતા ગેલ્વેનોમીટરની વિધુતપ્રવાહ સંવેદીતા $20\,\mu A$ કાપા. ક્રમની છે. તેનો અવરોધ $25\, \Omega$ નો છે.$1$ એમ્પિયર પ્રવાહ માપવા માટે, તમે તેને કેવી રીતે એમિટરમાં ફેરવશો.
બે ખૂબ લાંબા પ્રવાહધારિત સુવાહકો તેમની વચ્ચે $8 \,cm$ અંતર રહે તેમ એકબીજાને સમાંતર રાખવામાં આવેલા છે. તેઓની વચ્ચે મધ્યબિંદુ આગળ, તેમનામાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહને કારણે ઉત્તપન્ન ચુંબકીયક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ચ $300 \,\mu T$. છે. બે સુવાહકોમાંથી પસાર થતી સમાન પ્રવાહ ............ હશે.
બે પાતળા એકસમાન વાહક તાર પર અવાહકનું પડ ચડાવેલ છે. એક તારને વાળીને લૂપ બનાવવામાં આવે છે જેમાંથી $I$ પ્રવાહ પસાર કરતાં તે તેના કેન્દ્ર આગળ $B_1$ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બીજા તારમાંથી ત્રણ સમાન લૂપ બનાવીને એકબીજાની પાસે મૂકવામાં આવે છે. જેમાંથી $I/3$ પ્રવાહ પસાર કરતાં તેના કેન્દ્ર આગળ $B_2$ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો $B_1 : B_2$ નો ગુણોત્તર કેટલો મળે?
$175\,$ આંટા અને $1\, cm^2$ ક્ષેત્રફળ ધરાવતા ગૂચળાનો ઉપયોગ ગેલ્વેનોમીટરમાં થાય છે.જેનો ટોરસન અચળાંક $10^{-6}\, N\, -m/rad$ છે.આ ગુચળાને તેના સમતલને સમાંતર $B$ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. $1\, mA$ પ્રવાહ માટે તે $10$ કાપા આવર્તન દર્શાવતુ હોય તો $B$ નું મૂલ્ય (Tesla માં) કેટલું હશે?
$I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહેતા અને $r$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળાનાં કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર $B$ છે. તેની અક્ષ ઉપર કેન્દ્ર થી $\frac{ r }{2}$ અંતરે રહેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ....... હશે
$1\;MeV$ ગતિઉર્જા ધરાવતો પ્રોટોન દક્ષિણથી ઉત્તર તરફ ગતિ કરે છે. પશ્ચિમ થી પૂર્વ તરફ પ્રવર્તતા ચુંબકીયક્ષેત્રમાં દાખલ થતાં તે $10^{12}\; \mathrm{m} / \mathrm{s}^{2}$ જેટલો પ્રવેગિત થાય છે. તો આ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલા ......$mT$ હશે? (સ્થિત પ્રોટોનનું દળ$=1.6 \times 10^{-27} \;\mathrm{kg}$ )