Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચોંટાડી રાખેલ બિંદુવત્ વિદ્યુતભાર $Q$ પર અન્ય બીજો વિદ્યુતભાર $q$ દાગવામાં (ફેંકવવામાં) આવે છે, તેનો વેગ $v$ છે. જ્યારે તે વિદ્યુતભાર $Q$ થી ન્યુનતમ અંતર $r$ સુધી પહોંચે છે અને પછી તે દિશામાં પરત ફેંકાય છે. જો વિદ્યુતભાર $q$ ને $2 v$ વેગ આપવામાં આવેલ હોય, તો તે $Q$ થી કેટલો ન્યુનતમ અંતરે પહોંચે?
$3\ \mu F$ અને $6\ \mu F$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરોને $12\ V$ ના સ્થિતિમાને વિદ્યુતભારિત કરેલા છે. હવે, તેઓને એકબીજાની ધન પ્લેટો સાથે રહેલી દરેક ઋણ પ્લેટો સાથે જોડવામાં આવે છે. તો દરેકની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલા........$V$ હશે ?
બે ધાત્વીય તક્તિમાં એક સમાંતર પ્લેટ સંધારક રચે છે. બે પ્લટો વચ્યેનું અંતર ' $d$ ' છે. સમાન ક્ષેત્રફળ ધરાવતી અને $\frac{d}{2}$ જેટલી જાડાઈ ધરાવતી ધાતુનાં પૃષ્ઠની પ્લેટોની વચ્યે દાખલ કરવામાં આવે છે. આ બંને કિસ્સા (એટલે કે ધાતુના પૃષ્ઠ સાથે અને ધાતુ પૃષ્ઠ વગર) માટે સંધારકતાનો ગુણોત્તર કેટલી થશે $?$
$R_1$ અને $R_2$ ત્રિજ્યાવાળા બે ગોળાઓ પાસે સમાન વિદ્યુતભાર છે, તોઓને કોપર તાર વડે જોડેલ છે. જો તેઓને એકબીજાથી અલગ કર્યા બાદ દરેક ગોળા પરનો સ્થિતિમાન $V$ હોય તો કોઈ એક ગોળા પરનો પ્રારંભિક વિદ્યુતભાર કેટલો હોય ?
સમાન લંબાઈની દોરીઓ વડે બે એકસમાન વિદ્યુતભારિત ગોળાઓને લટકાવવામાં આવેલા છે. દોરીઓ એકબીજા સાથે $37^{\circ}$ નો કોણ બનાવે છે. જ્યારે $0.7 \mathrm{~g} / \mathrm{cm}^3$ ની ધનતા ધરાવતા પ્રવાહીમાં અંદર લટકાવવામાં આવે છે ત્યારે કોણ સમાન રહે છે. જો ગોળાના દ્રવ્યની ધનતા $1.4 \mathrm{~g} / \mathrm{cm}^3$ હોય તો પ્રવાહીનો ડાઈઇલેકિટ્ર અચળાંક_________થશે.$\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right)$