ડિફાઈબ્રીલેટરમાં $40\ \mu F$ કેપેસિટરને $3000\, V$ સુધી વિદ્યુતભારિત કરેલ છે.$2$ મિ.લિ સેંકડ અવધિના સ્પંદ દરમિયાન કેપેસિટરની સંગ્રહિત ઉર્જાને દર્દીં મારફતે મોકલવામાં આવે તો તે દર્દીંને આપવામાં આવેલ પાવર કેટલા ........$kW$ છે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાંતરમાં જોડેલા સંઘારકો $C _1=1\,\mu F , C _2=2\,\mu F , C _3=4\,\mu F$ અને $C _4=3\,\mu F$ નાં તંત્રમાં કુલ વિદ્યુતભાર $....... \mu C$ હશે.(આ સંયોજનને $20\,V$ ની બેટરી જોડેલ છે તેમ ધારો)
કેપેસિટરને બેટરી સાથે જોડતા તે $U$ જેટલી ઊર્જાનો સંગ્રહ કરે છે. હવે, બેટરી દૂર કરીને સમાન ક્ષમતા ધરાવતા કેપેસિટર સાથે પહેલા કેપેસીટરને સમાંતરમાં જોડવામાં આવે છે. દરેક કેપેસિટરમાં સંગ્રહાતી ઊર્જા કેટલી હશે?
જ્યારે વિદ્યુતભારીત સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે ના અવકાશમાં હવાને ડાઈ ઈલેક્ટ્રીક માધ્યમ વડે બદલવામાં આવે છે. ત્યારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા.....
$10\,\mu F$ ની સંઘારકતા ધરાવતા બે સમાંતર પ્લેટ સંઘારકો $C _1$ અને $C _2$ ને સ્વતંત્ર રીતે $100\,V\,D.C.$ ઉદગમથી વિદ્યુતભારિત કરવામાં આવે છે. સંઘારક $C _1$ ને ઉદગમ સાથે જોડેલા રાખીને તેની પ્લેટોની વચ્ચે અવાહક ચોસલું દાખલ કરવામાં આવે છે. સંઘારક $C _2$ એ ઉદગમથી છુટ્ટો કર્યા પછી તેની પ્લેટો વચ્ચે અવાહક ચોસલું દાખલ કરવામાં આવે છે. ત્યાર બાદ સંઘારક $C _1$ ને પણ ઉદગમથી છુટું કરી અંતમાં બંને સંઘારકોને સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. આ સંયોજનનું સામાન્ય સ્થિતિમાન $............\,V$ થશે.(ડાયઈલેક્ટ્રીક અચળાંક $=10$ છે તેમ ધારો)
ઋણ $x$ અક્ષ પર એવું નિયમિત વિદ્યુતક્ષેત્ર $E=4 \times 10^5\,Vm ^{-1}$ લાગુ પડે છે કે જેથી ઉગમબિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે. આ સ્થિતિમાં જો ઉગમબિંદુએ $-200 \;\mu C$ જેટલો વિદ્યુતભાર મુકીએે અને $(3 \;m , 0)$ બિંદુએે $+200 \;\mu C$ જેટલો વિદ્યુતભાર મુકીએ તો આ પ્રણાલીની સ્થિતિઊર્જા ...........$J$ ગણાય.
$14\, pF$ કેપેસિટરને $V =12\, V$ની બેટરી સાથે લગાવેલ છે.બેટરી દૂર કરીને ડાઇઇલેક્ટ્રીક $k =7$થી કેપેસિટરને ભરતા તેની ઊર્જામાં થતો ફેરફાર $..........pJ$ થાય.
સમાંતર પ્લેટ કન્ડેન્સરની બે પ્લેટ વચ્ચેનું અંતર $8 \,cm$ હોય ત્યારે તેની કેપેસિટી $10\,\mu \,F$ છે. હવે જ્યારે બે પ્લેટ વચ્ચેનું અંતર ઘટાડીને $4\, cm$ કરવામાં આવે ત્યારે તેની કેપેસિટી કેટલા $\mu \,F$ ની થાય?
બે અલગ કરેલા વાહકોને એક વાહકમાંથી બીજા વાહકમાં ઈલેકટ્રોન પસાર કરી ચાર્જ કરેલ છે. એક વાહકમાંથી બીજા વાહકમાં $6.25 \times 10^{15}$ ઈલેકટ્રોન પસાર કરતા $100\, V$ નો વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય તો તંત્રની કેપેસિટિ કેટલા ........$\mu F$ હશે ?