ડૉક્ટર સાહેબની દીપકની સારવાર કરવાની રીત સારી લાગે છે. પોતે સમયસર હાજર થયા છે અને ઠેઠ સુધી સાથે રહ્યા છે. સર અમલ દેરાસરીને પણ સલાહ આપે છે કે તમે દીપકને ખોટું લાગે તેવું બોલો નહિ, એ દર્દ છે, તેથી ઉશ્કેરાય તેવી વાત ન કરો, દીપકનો દીપક ઓલવાઈ જવાની એમને ખબર છે; તેથી ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાનું સૌને સમજાવે છે. જો કે આવી સારી સારવાર છતાં દીપક બચી શકતો નથી.