Question
દ્વિમાપી આકૃતિ વિશે ટૂંકનોંધ લખો.

Answer

  • આપેલી માહિતીનો જથ્થો કે વ્યાપ સંખ્યાત્મક રીતે મોટો કે વિસ્તૃત હોય ત્યારે દ્વિમાપી આકૃતિ દોરવામાં આવે છે.
  • દ્વિમાપી આકૃતિમાં લંબાઈ અને પહોળાઈ એમ બંને માપને ધ્યાનમાં લેવામાં આવે છે.
  • આ પ્રકારની આકૃતિમાં આકૃતિનું ક્ષેત્રફળ માહિતીના કુલ જથ્થાને પ્રમાણસર લેવામાં આવે છે.
  • આવી આકૃતિઓમાં ચોરસ, લંબચોરસ, વર્તુળ અને વૃતાંશ-આકૃતિનો સમાવેશ થાય છે.
  • જે પૈકી બે મહત્વની આકૃતિ $(1)$ વર્તુળ આકૃતિ અને $(2)$ વૃતાંશ આકૃતિ છે.
વર્તુળ આકૃતિ :
  • વર્તુળ આકૃતિએ દ્ધિમાપી આકૃતિનો પ્રકાર છે.
  • જ્યારે બે કે તેથી વધુ બાબતોની માહિતીના આપેલ જથ્થા વચ્ચે મોટો તફાવત હોય ત્યારે વર્તુળ આકૃતિ દોરવામાં આવે છે. આવી આકૃતિમાં માહિતીના કુલ જથ્થાના પ્રમાણમાં વર્તુળનું ક્ષેત્રફળ લેવામાં આવે છે.
  • વસ્તુનો કુલ જથ્થો $=$ વર્તુળનું ક્ષેત્રફળ $= \pi r^2$, જયાં, $\pi=\frac{22}{7}$ કે $3.14$ અને $r$ એ વર્તુળની ત્રિજયા દર્શાવે છે.
  • કોઈ પણ વર્તુળનું ક્ષેત્રફળ તેની ત્રિજયાના વર્ગના સમપ્રમાણમાં હોય છે.
  • આમ, વર્તુળ આકૃતિ દોરવા માટે જુદી જુદી માહિતીની સંખ્યાત્મક કિંમતોનું વર્ગમૂળ શોધી આ વર્ગમૂળના માપની ત્રિજયા લઈ એક જ સીધી રેખા પર વર્તુળના કેન્દ્ર બિંદુ આવે તે મુજબ જુદા જુદા વર્તુળો સરખા અંતરે ચડતાં કે ઉતરતા ક્રમમાં દોરવામાં આવે છે.
  • જયારે સમય સંબંધિત માહિતી આપેલી હોય ત્યારે આપેલ સમય પ્રમાણે જ વર્તુળ દોરવામાં આવે છે.
  • જો વર્તુળની ત્રિજયા મોટી હોય તો તેને કોઈ અચળાંક વડે ભાગીને અથવા જો ત્રિજયા નાની હોય તો તેને કોઈ અચળાંક વડે ગુણીને તે ત્રિજયાના માપથી વર્તુળ આકૃતિ દોરવામાં આવે છે.
વૃતાંશ આકૃતિ :
  • જયારે કોઈ વસ્તુ કે બાબતની કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતી સંખ્યાત્મક રીતે મોટી હોય ત્યારે કુલ માહિતી દર્શાવવા માટે યોગ્ય માપની ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરવામાં આવે છે.
  • ત્યાર પછી તેના પેટા વિભાગોની માહિતીને વૃતાંશમાં દર્શાવવામાં આવે છે.
  • વૃતાંશ આકૃતિમાં કુલ માહિતીના $360^o$ ગણવામાં આવે છે અને તેના આધારે પ્રત્યેક પેટાવિભાગની માહિતીને અનુરૂપ વૃતાંશના અંશ શોધી તેને વર્તુળ પર રજૂ કરવામાં આવે છે.
  • આ રીતે વૃતાંશ આકૃતિ દ્વારા પેટાવિભાગોની સરખામણી કરી શકાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$7$ વ્યંજન અને $3$ સ્વર એમ કુલ $10$ જુદા$-$જુદા અક્ષરોમાંથી દરેક અક્ષરનો એક વખત ઉપયોગ કરીને $3$ વ્યંજન અને $2$ સ્વરવાળી કુલ કેટલી ગોઠવણીઓ બનાવી શકાય $?$
જો $f: \mathrm{R} \rightarrow \mathrm{R}, f(x)=\frac{1}{x}\left(1+\frac{1}{x}\right)-1$ હોય, તો $f (-1), f (-2)$ અને $f (\frac{1}{2})$ ની કિંમત મેળવો.
$(\sqrt{3}+\sqrt{2})^4+(\sqrt{3}-\sqrt{2})^4$ ની કિંમત દ્વિપદી વિસ્તરણની રીતે મેળવો.
એક માહિતી માટે કાર્લ પિયર્સનનો વિષમતાક $-0.60$ છે. તે મધ્યક $= 60$ અને $s= 10$ હોય, તો તે માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધો.
એક સપ્તાહના સાત દિવસોમાં એક શાકમાર્કેટમાં આવેલ ટ્રકોની સંખ્યા નીચે પ્રમાણે છે $: \{20, 12, 16, 15, 17, 25, 8\}$ ટ્રકની સંખ્યાનો મધ્યક અને મધ્યસ્થ મેળવી તે પરથી બહુલક શોધો.
“આગણકો દ્વારા પ્રશ્નાવલીની રીત પ્રત્યક્ષ તપાસના સઘળાં લક્ષણો ધરાવે છે ”આ વિધાનનું કારણો સહિત સમર્થન કરો.
એક રેસ્ટોરન્ટમાં કોઈ એક દિવસે આવતા $200$ ગ્રાહકોએ નાસ્તાના બિલ તરીકે ચૂકવેલ રકમનું વિતરણ નીચે મુજબ છે:આ માહિતી પરથી ગ્રાહક દ્વારા એક દિવસમાં ચૂકવાયેલ રકમનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો.
ચૂકવેલ $(Rs.)$ $0-50$ $50-100$ $100-150$ $150-200$ $200-250$
ગ્રાહકોની સંખ્યા $25$ $40$ $80$ $30$ $25$
$f: A \rightarrow B, A=\{10,20,30\}, B=\{18,48,98,128,148\}, f(x)=5 x-2$માટે  પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો.
બે જુદા જુદા રાજ્ય માટે ખેતવાડીના ઉત્પાદનનો સૂચકઆંક નીચે મુજબ છે, તો તેને યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો.
વર્ષ $2011$ $2012$ $2013$ $2014$ $2015$
રાજ્ય $A$ $139$ $147$ $152$ $162$ $170$
રાજ્ય $B$ $110$ $115$ $125$ $140$ $150$
ટપાલ દ્વારા પ્રશ્નાવલીની ચર્ચા કરો.