Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ટાવર પરથી એક પદાર્થને $18 \,ms^{-1}$ ના સમક્ષિતિજ વેગ થી ફેંકવામાં આવે છે. તે જમીન સાથે $45^o$.ના ખૂણે અથડાઇ જયારે તે જમીનને અથડાઇ ત્યારે વેગનો શિરોલંબ ઘટક ........ $ms^{-1}$ મળે.
વિદ્યુત પંખાના પાંખીયાની લંબાઈ તેની ભ્રમણ અક્ષથી માપતા $30\,cm$ મળે છે. જો પંખો $1200 \,rpm$ ની ઝડપથી ફરતો હોય, તો ટોચ પરના બિંદુનો પ્રવેગ ($m/sec^2$ માં) કેટલો હશે?
એક પ્રક્ષિપ્ત પદાર્થને પૃથ્વીની સપાટી પરથી $5\;ms^{-1} $ ના વેગથી અને સમક્ષિતિજ સાથે $\theta $ કોણે ફેંકવામાં આવે છે. બીજા ગ્રહ પરથી બીજા પદાર્થને તેટલા જ કોણે અને $3\;ms^{-1}$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો ગ્રહ પરથી ફેંકેલા પદાર્થનો ગતિપથ, પૃથ્વી પરથી ફેંકેલા પદાર્થના ગતિપથને બઘી જ રીતે સમાન છે. આપેલ ગ્રહ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય ($m/s^2$ માં) કેટલું હશે? (આપેલ $g = 9.8 \,m s^{-2}$)
${m_1}$ અને ${m_2}$ દળની બે કાર ${r_1}$ અને ${r_2}$ ત્રિજયામાં પરિભ્રમણ કરે છે. બંને કાર સમાન સમય $t$ માં પરિભ્રમણ પૂરું કરે છે. કારની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
એક પદાર્થ $30\; m / s$ ની ઝડપે પૂર્વ તરફ ગતિ કરે છે. $10 \;s$ પછી તેની ઝડપ ઉત્તર તરફ $40\; m / s$ ની થઈ જાય છે. પદાર્થનો સરેરાશ પ્રવેગ ($m/s^2$ માં) કેટલો હશે?
વર્તુળ પર નિશ્રિત બિંદુ પરથી માપવામાં આવેલા $12$ મીટરની ત્રિજ્યા ધરાવતા એક વર્તુળ પર કણને ગતિ કરાવવામાં આવે છે અને વર્તુળ સાથે તેનું માપન મુલ્ય $S=2 t^3$ (મીટરમાં) દ્વારા માપવામાં આવે છે. તો $t=2 \,s$ દરમિયાન તેના સ્પર્શીય અને કેન્દ્રગામી પ્રવેગનો ગુણોતર કેટલો થાય?