એક લોલકના ગોળાનું દળ $50 gm $ છે. આ ગોળાને આકૃતિમાં દર્શાવ્યાં પ્રમાણે સમક્ષિતિજ સપાટી $A$ પરથી મુક્ત કરવામાં આવે છે. જો આ લોલકની લંબાઈ $1.5 m$ હોય, તો તે જયારે ગતિપથના સૌથી નીચેના બિંદુ $B $ પાસે પહોંચે ત્યારે તેની ગતિ-ઊર્જા કેટલી હશે ? ($g = 10 m/s^2$ લો.)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધાતુનો ગોળો ધરાવતું એક લોલક $T$ જેટલો આવર્તકાળ ધરાવે છે. હવે આ ગોળાને અસ્નિગ્ધ પ્રવાહીમાં ડુબાડી રાખીને દોલનો કરાવવામાં આવે છે. જો આ પ્રવાહીની ઘનતા ગોળાની ઘનતા કરતાં $1 / 4$ જેટલી હોય તો આ લોલકનો આવર્તકાળ કેટલો થશે ?
સરળ આવર્તગતિ કરતાં કણનો આવર્તકળ $8$ સેકન્ડ છે. તો $t=0$ સમયે મધ્યબિંદુ પર છે. આ કારણે પ્રથમ સેકન્ડ અને બીજી સેકન્ડ દરમિયાન કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થશે?
આકૃતિમાં દર્શવ્યા પ્રમાણે બ્લોક $P$ અને $Q$ વચ્ચે ઘર્ષણ છે. પરંતુ $Q$ અને તળિયાની સપાટી વચ્યે ઘર્ષણ લાગતું નથી. સ્પ્રિંગની સામાન્ય સ્થિતિમાં બ્લોક $Q, P$ તે $x=0$ સ્થિતિમાં છે. હવે બ્લોક $Q$ જમણી તરફ થોડો ખેંચીને છોડવામાં આવે છે. આ સ્પ્રિંગ બ્લોક પ્રણાલી $A$ જેટલા કંપવિસ્તારથી દોલનો કરે છે. જો આ સ્થિતિ $P$ બ્લોક $Q$ પરથી સરકવા લાગે તો ક્યા સ્થાને સરકીને નીચે પડશે?
$0.5\, {kg}$ દળ ધરાવતો પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. જેનો કંપવિસ્તાર $5\, {cm}$ અને આવર્તકાળ $(T)$ $0.2\, {s}$ છે. સમતોલન સ્થાનેથી શરૂ કરીને $t=\frac{T}{4}\;sec$ સમયે પદાર્થની સ્થિતિઉર્જા ($J$ માં) કેટલી હશે?
$L$ લંબાઇ અને $k$ બળઅચળાંક ઘરાવતી સ્પ્રિંગને $m$ લગાવીને સરળ આવર્તગતિ કરાવતા તેની આવર્તકાળ $T$ છે. સ્પ્રિંગને બે સમાન ભાગમાં ટુકડા કરી એક ટુકડાને $m$ દળ લટકાવીને સરળ આવર્તગતિ કરાવતા તેનો આવર્તકાળ કેટલો થાય?
સમક્ષિતિજ પ્લેટફોર્મ શિરોલંબ દિશામાં $ 3.92 \times {10^{ - 3}}\,m $ ના કંપવિસ્તારના દોલનો કરે છે. તેમના પર $m$ દળનો બ્લોક મૂકેલ છે.પ્લેટફોર્મનો આવર્તકાળ કેટલો રાખવો જોઇએ કે જેથી બ્લોક પ્લેટફોર્મ પરથી છુટે નહિ?