Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એક મીટર લાંબા સળિયા $AB$ ને છત સાથે બાંધેલી દોરી પર લટકાવેલ છે. સળિયાનું દળ $m$ છે અને તેના પર બીજો $2m$ દળનો પદાર્થ $A$ થી $75\, cm$ અંતરે લટકાવેલો છે.તો $A$ પાસેની દોરીમાં તણાવબળ ....... $mg$ હશે?
જ્યારે એક ઓટોમોબાઇલ $1800$ પરિભમણ પ્રતિ મિનિટ થી ભ્રમણ કરતું હોય ત્યારે તે $100\ kW$ નો પાવર ઉત્પન્ન કરે છે તો તેમાં કેટલું ટોર્ક ($N-m$ માં) લાગતું હશે?
$R$ ત્રિજ્યા અને $9M$ દળની વર્તુળાકાર તકતીમાંથી સમકેન્દ્રિય રહેલ $\frac{R}{3}$ ત્રિજ્યા અને $M$ દળની નાની તકતીને દૂર કરવામાં આવે છે. બાકી રહેલી તકતીની તકતીના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, દરેક $m$ દળના અને $r $ ત્રિજયા ધરાવતા ત્રણ સમાન પોલા ગોળાઓ પડેલા છે. તેમાંના કોઇ બે ગોળાને સ્પર્શતા અને ત્રીજા ગોળાના વ્યાસરૂપે રહેલી અક્ષ $XX’$ વિચારો. ત્રણ ગોળાઓથી બનેલા તંત્રની $XX’ $ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
સમાન દ્રવ્યમાન $M$ અને સમાન ત્રિજયા $R$ ધરાવતી ત્રણ વસ્તુઓ $A: $ ( એક ઘન ગોળો ), $B:$ ( એક પાતળી વર્તુળાકાર તકતી ) અને $C: $ ( એક વર્તુળાકાર રીંગ ) છે.તેઓ સમાન કોણીય ઝડપ $\omega \;$સાથે પોતાની સંમિતમાંથી ફરતે ભ્રમણ કરે છે.તેઓને સ્થિર કરવા જરૂરી કાર્યનો જથ્થો $(W) $ કયો સંબંધ સંતોષે છે?