એક વિદ્યુત ડાયપોલ, $2 \,cm$ અંતરે દૂર $1 \,\mu C$ માત્રાના બે વિરૂધ્ધ વિદ્યુતભારોની બનેલી છે. આ ડાયપોલને $10^5\,N/C$ ના બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવી છે. ડાયપોલ પર લાગતું મહત્તમ ટોર્ક .......... $Nm$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધાતુના બે સમાન ગોળાઓ $B$ અને $C$ પર સમાન વિદ્યુતભાર છે.જયારે આ બે ગોળાઓને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવે છે,ત્યારે તેમની વચ્ચે અપાકર્ષી બળ $F$ લાગે છે.હવે,આ ગોળાઓ જેવા જ એક ત્રીજા વિદ્યુતભાર રહિત ગોળાનો $B$ સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે છે.ત્યારબાદ તેનો $C$ સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે છે.ગોળા $B$ અને $C$ વચ્ચે લાગતું નવું અપાકર્ષણ બળ કેટલું હશે? (બંને ગોળા વચ્ચેનું અંતર બદલાતું નથી.)
$+q$ અને $-q$ વિદ્યુતભાર ધરાવતા બે કણને અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે લાગતું બળ $F$ છે.બંને કણની વચ્ચે $+q$ વિદ્યુતભાર ધરાવતા કણ મૂકવાથી તેના પર કેટલું બળ લાગે?
બે સમાન મૂલ્યના $q$ વિદ્યુતભારો $x$ અક્ષ પર $2a$ અંતરે આવેલા છે. $m$ દળના બીજો $q$ વિદ્યુતભારને બે વિદ્યુતભારની વચ્ચેના માર્ગ (પથ) પર મૂકેલ છે. જો આ વિદ્યુતભાર સમતુલન સ્થિતિથી $x$ અંતરે સ્થાન બદલે તો કણ .........
તમારી પાસે $10^{23}$ કાર્બનના પરમાણુઓ છે તેમ ધારો બધા જ ન્યુક્લિયસ પૃથ્વીના ઉત્તર ધ્રુવ આગળ અને ઈલેકટ્રોન પૃથ્વીના દક્ષિણ ધ્રુવ આગળ મૂકેલા છે. (પૃથ્વી ની ત્રિજ્યા = $6400\ km$) તો વિદ્યુતભારો વચ્ચેનું બળ (અંદાજીત) ........ છે.