સંત કબીર એકેશ્વર પરંપરાના સૌથી મહત્ત્વપૂર્ણ સંત હતા. તેઓ વ્યવસાયે વણકર હતા. તેઓ સિકંદર લોદીના સમકાલીન હોવાનું મનાય છે. કબીરના ગુરુ રામાનંદ હતા. કબીરના મતે ઈશ્વર એક જ છે, જે નિર્ગુણ અને નિરાકાર છે. તેમણે મૂર્તિપૂજા, કર્મકાંડ, બાહ્ય આડંબર અને ઊંચનીચના ભેદભાવનો સખત વિરોધ કર્યો હતો. તેમણે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોની એકતા પર ભાર મૂક્યો હતો. તેમના પદો 'બીજક' નામના ગ્રંથમાં સંગ્રહિત છે. તેમની વાણી સાખી અને પદોના સ્વરૂપમાં ખૂબ જ લોકપ્રિય છે.