Question
ગ્રાહક કોને કહેવાય? ગ્રાહકના અધિકારો જણાવો.

Answer

કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી નાણાં ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજવસ્તુઓ કે સેવા મેળવનારા વ્યક્તિ 'ગ્રાહક' કહેવાય.
ગ્રાહક સુરક્ષા અધિનિયમ-$1986$ અંતર્ગત ગ્રાહકને નીચેના અધિકારો પ્રાપ્ત થયા છે:
$(1)$ સલામતીનો અધિકાર: આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ કે સેવાઓના ખરીદ-વેચાણ સામે સલામતી મેળવી શકે છે. વ્યક્તિ કોઈ ચીજવસ્તુ ખરીદે અને તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તેના સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ વિક્રેતા વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે.
$(2)$ માહિતી મેળવવાનો અધિકાર: આ અધિકાર મુજબ ગ્રાહક ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે ચીજવસ્તુ કે સેવા સંબંધિત જરૂરી તમામ માહિતી મેળવી શકે છે.
$(3)$ પસંદગી કરવાનો અધિકાર: આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ-તપાસીને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરી શકે છે.
$(4)$ રજૂઆત કરવાનો અધિકાર: આ અધિકાર મુજબ ગ્રાહકોનાં હિતો સાથે જોડાયેલ ગ્રાહક સુરક્ષા મંડળ સમક્ષ ગ્રાહક પોતાની સમસ્યાઓની યોગ્ય રજૂઆત કરી શકે છે.
$(5)$ ફરિયાદ-નિવારણનો અધિકાર: આ અધિકાર મુજબ ગ્રાહક ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ ફરિયાદનું નિવારણ અને પોતાને થયેલ નુકસાનનું યોગ્ય વળતર મેળવી શકે છે.
$(6)$ ગ્રાહકશિક્ષણ મેળવવાનો અધિકાર: આ અધિકાર મુજબ, ગ્રાહકનાં હિતો સાથે જોડાયેલી તમામ બાબતોથી અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહકશિક્ષણ મેળવવાનો ગ્રાહકને હક આપવામાં આવ્યો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free