Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ગ્રહની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એ પૃથ્વીની સપાટી પરનાં ગુરુત્વપ્રવેગ જેટલો છે એન તેની ઘનતા પૃથ્વીની ઘનતા કરતાં $1.5$ ગણી છે, જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય, તો ગ્રહની ત્રિજ્યા શું હશે ?
પૃથ્વી અને બીજા ગ્રહ પર પદાર્થના વજનનો ગુણોત્તર $9 : 4$ છે . ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં $\frac{1}{9}$ માં ભાગનું છે.જો $'R'$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય તો ગ્રહની ત્રિજ્યા કેટલી હશે? (બધા ગ્રહોની ઘનતા સમાન છે તેમ ધારો)
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $1000$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $10$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ......... $km/sec$ થાય.
ધારો કે બે એક સમાન સાદા લોલક વાળી ધડીયાળો છે. ધડીયાળ $-1$ ને પૃથ્વી ઉપર અને ધડીયાળ$-2$ ને પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ અવકાશમાં રહેલા સ્પેશ સ્ટેશન પર મૂકવામાં આવે છે. ધડીયાળ $1$ અને $2$ અનુક્રમે $4$ સે અને $6$ સે એ કાર્યરત છે. $h$ નુ મૂલ્ય $.......km$ હશે.
(પૃથ્વીની ત્રિજ્યા $R _{ E }=6400\,km$ અને પૃથ્વી માટ $g= 10\,m / s ^2$ લો.)
ધારોકે કોઈ ગ્રહની સપાટી પર મૂકવામાં આવેલા પદાર્થનો નિષ્કમણ વેગ $u$ છે. જો તેને તેની નિષ્કમણ ઝડપ કરતાં $200 \%$ જેટલી વધારે ઝડ૫ સાથે પ્રસેપ્તિ કરવામાં આવે, તો તેની તારાઓ વચ્ચેનાં અવકાશમાં ઝડ૫ શું હશે ?