Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ તારનો અવરોધ તેમાંથી પસાર થતાં પ્રવાહ અને તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનાં તફાવત પરથી માપી શકાય છે. જો પ્રવાહ અને વૉલ્ટેજના માપનમાં દરેકની પ્રતિશત ત્રુટિ $3 \%$ હોય, તો અવરોધના માપનમાં કેટલી ત્રુટિ ($\%$) થાય?
પ્લાન્ક લંબાઈ એટલે એવું કોઈ લાક્ષણિક અંતર કે જ્યાં ક્વોંટમ ગુરુત્વિય અસર નોંધપાત્ર હોય, તેને મૂળભૂત ભૌતિક અચળાંકો $G, h$ અને $c$ ના યોગ્ય મિશ્રણથી દર્શાવી શકાય છે. નીચેનામાથી કયું પ્લાન્ક લંબાઈ દર્શાવે છે?
કોઇ પદ્ધતિ માં પ્રકાશનો વેગ $(c)$, ગુરુત્વાકર્ષણ અચળાંક $(G)$ અને પ્લાન્ક અચળાંક $(h)$ ને મૂળભૂત એકમો તરીકે લીધેલા છે. તો આ નવી પદ્ધતિ મુજબ જડત્વની ચાકમાત્રાનું પરિમાણિક સૂત્ર શુ થાય?
જો એક સ્ક્રૂ ગેજ ના સ્ક્રૂને છ ભ્રમણ કરવવામાં આવે તો તે મુખ્ય સ્કેલ પર $3\; \mathrm{mm}$ જેટલો ખશે છે. જો વર્તુળાકાર સ્કેલ પર $50$ કાપા હોય, તો સ્ક્રૂગેજની ન્યૂનતમ માપશક્તિ કેટલી હશે?