Question
કારણો આપો: રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી.

Answer

રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી, તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:
$(1)$ રાજપૂતાણીઓ વીરતા, નીડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી.
$(2)$ તેઓ હસતે મુખે પતિ, પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી.
$(3)$ તેઓ સત્ય માટે ઝઝૂમવા પ્રાણની પણ પરવા કરતી નહિ.
$(4)$ જરૂર પડે તો તેઓ શસ્ત્રો ધારણ કરીને યુદ્ધમાં લડવા જતી.
$(5)$ યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી.
$(6)$ શત્રુઓના હાથમાં પકડાઈ જવાના પ્રસંગે રાજપૂતાણીઓ એકસાથે ચિતામાં કૂદી જૌહર (પ્રાણ ત્યાગ) કરતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free