(i) ફ્હેલિંગ કસોટી : હકારાત્મક
(ii) સોડિયમ પીગલન નિષ્કર્ષની સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ સાથે પ્રક્રિયા કરવાથી રૂધિરના જેવો લાલ રંગ મળે છે પણ પ્રુશિયન બ્લુ રંગ મળતો નથી.
વિધાન $I :$ આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતા હાઈડ્રોકાર્બંનો કરતા ઊંચા હોય છે કારણ કે આલ્ડીહાઈડો અને કિટોનોમાં દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આકર્ષણના કારણે નિર્બળ આણ્વિય જોડાણ છે.
વિધાન $II :$ $H-$બંધની ગેરહાજરીના કારણે આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતાં આલ્કોહોલો કરતા નીચાં હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.