Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\, cm$ લંબાઈનો સળિયો $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની અક્ષ પર નજીકનો છેડો $20\;cm $ અંતરે રહે એવી રીતે મૂકવામાં આવે છે. પ્રતિબિંબની લંબાઈ ($cm$ માં) કેટલી હશે?
એક પાતળા $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક સમતલ અરિસાની સામે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકેલ છે. જ્યારે વસ્તુને આ તંત્રથી $a$ અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ તંત્રની સામે $\frac{a}{3}$ અંતરે માળાતું હોય તો $a$ કેટલું હશે?
બે અલગ અલગ માઘ્યમ $M_1$ અને $M_2$ માં એક પ્રકાશકિરણના વેગ અનુક્રમે $1.5 \times 10^8 m/s $ અને $2.0 \times 10^8 \;m/s $ છે. $M_1$ માઘ્યમમાંથી $M_2$ માઘ્યમમાં આ કિરણ $i $ આપાતકોણે દાખલ થાય છે. જો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો $i$ નું મૂલ્ય ...
$\sqrt{3}\,cm$ જાડાઈ ધરાવતી અને $\sqrt{2}$ જેટલો વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટ ઉપર એક પ્રકાશ કિરણ, હવામાંથી આપાત થાય છે. આપાત કોણ એ કાચ-હવા સ્તર માટેના ક્રાંતિકોણ જેટલો છે. આ તક્તિમાંથી કિરણ પસાર થાય ત્યારે કિરણ માટે લેટરલ સ્થાનાંતર $..........\times 10^{-2}\,cm$ હશે. (Sin $15^{\circ}=0.26$ આપેલ છે.)
$30 cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની સામે એક $25cm $ ઉંચી વસ્તુને મૂકેલ છે. જો રચાયેલ પ્રતિબિંબની ઉંચાઈ $50 cm$ હોય તો પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર .....$cm$ હશે.
$t$ જાડાઈની અને $n$ વક્રીભવનાંકવાળી કાચની પ્લેટમાંથી પ્રકાશ પસાર થાય છે. જો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ $c$ હોય, તો આ જાડાઈની કાચની પ્લેટમાંથી પ્રકાશને પસાર થવા માટે કેટલો સમય લાગશે?
ફૂલથી $120cm$ અંતરે રહેલા પાણીમાં પ્રતિબિંબ પાડવા માટે અંર્તગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. જો મોટવણી $16$ હોય,તો ફૂલ અને અરીસા વચ્ચેનું અંતર કેટલા .....$cm$ હશે?