Question
કુંતીનું ચારિત્ર ચિત્રણ લખો.

Answer

મહાભારત ગ્રન્થમાં અનેક પાત્રો છે. અલગ-અલગ પાત્રોની ખાસિયત, ગુણ-અવગુણ, સિદ્ધિ-પ્રસિદ્ધિ ને યોગ્ય ન્યાય મળી રહે તે રીતે રજૂ થયેલાં આ તમામ પાત્રો પોતપોતાની રીતે મહત્ત્વનાં બની રહ્યાં છે
આ તમામ પાત્રને મુખ્ય બે વિભાગમાં વહેચીએ .- પુરુષપ્રધાન પાત્રો અને સ્રીપ્રધાન પાત્રો, તો કદાચ સ્રી પ્રધાન પાત્રોની મહત્તા વિશેષ ધ્યાન ખેંચે તેવી છે. કુંતી, ગાંધારી, દ્રોપદી - આ બધાં અગ્રિમ હરોળનાં સ્રી પાત્રો છે - 'કર્ણ-કુંતી સંવાદ' નાટ્યખંડમાં માત્ર બે જ પાત્રો છે. કર્ણ અને કુંતી કુંતીનું પાત્ર - એવા જુજ સ્ત્રી પાત્રોમાંનું એક છે, જે મહાભારતની કથાની શરૂઆતથી તે છેક અંત સુધી આવે છે. મહાભારતનાં પાંચ મહાનાયક “પાંડવો” ની માતા (૩ + ૨) + (+ ૧ ?) કુંતી માતા સુખદુ:ખમાં પાંડવોની સાથે જ રહ્યા છે. પતિ પાંડુરાજાનું અવસાન - પાંડવોની નાની વય દરમિયાન થતાં, તેમના ઉછેરની જવાબદારી માતા કુંતી પર આવી, જે તેમણે સારી ને સાચી રીતે નિભાવી. પાંડવોને જીવનની રાહમાં જાત જાતનાં ને ભાત-ભાતનાં સંકટોનો સામનો કરવો પડયો. વનવાસ પણ ભોગવવો પડ્યો. આમ છતાં સત્યનો સાથ ન છોડયો. સત્ય અને હક્ક માટે લડવા પણ તેયાર થયા. યુદ્ધના પ્રારંભ પહેલાં, કૃષ્ણએ માતા-કુંતીને જણાવ્યું કે તેઓ જાતે કર્ણ પાસે જઈને કર્ણ તેમનો જ પુત્ર છે એ સત્ય જણાવે ને પાંડવોના પક્ષમાં આવવા વિનંતી કરે ! આ વાત કુંતીમાતાને યોગ્ય લાગતાં કર્ણ પાસે જઈ આ બંને વાત કરે છે. પરંતુ દુર્યોધનનાં કર્મકરજ હેઠળ દબાયેલા કર્ણ માટે માતા કુંતીનો પ્રસતાવ અસ્વીકાર કરવા સિવાય અન્ય વિકલ્પ ન હતો. આ સંવાદને નાટચખંડનું હદય બનાવ્યું છે ને તેમાં બંને દિગ્ગજોની લાચારી - નિઃસહાયતા દર્શાવતા જે સંવાદો રચાયા છે, તે વાચક વર્ગ પર ઊંડી અસર છોડી જાય છે.
નાટકની શરૂઆતમાં જ, આશા, દ્વિધા; ઉમંગ ને લાચારીનાં ભાવ, કુંતી-કર્ણનાં સંવાદોમાં માતા કુંતીના મુખમાં મૂકાયેલા શબ્દોમાં ડોકાય છે - વિશેષ તો 'અપરાધ' નો ભાવ - અપરાધી હોવાની નિખાલસ કબૂલાત - કર્ણ પ્રત્યે, આજદિન સુધી અંતરમાં છુપાવી / દબાવી રાખેલા પુત્રપ્રેમને સંબંધની દિવાલ તોડીને છૂટો મૂકતાં માતા કુંતીનો દ્વિધાયુક્ત સંવાદ - આ બધાનું મિશ્રણ જે આ નાટ્ચખંડમાં રજૂ થયેલ છે તે અવિસ્મરણીય, અદ્ભુત ને અસરકારક છે, જે ડુંતીના પાત્રને, તેનાં ચરિત્રને સૂપેરે રજૂ કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઇટાલિયન યુગલને કુસ્કોમાં શા માટે અઠવાડિયું રોકાઈ જવું પડ્યું?
‘મિલકત વધવાની સાથે ઈચ્છાશંકર નો મુલકત પ્રત્યેનો મોહ ઘટતો ગયો’ તેમ શા પરથી કહી શકાય?
નવી માં શરૂઆતમાં બાળકની કેવી કાળજી લે છે? અંતે ખરી માં બનવા તેણે શું કર્યું?
“પુસ્તક” ની જન્મ યાત્રાનાં અલગ-અલગ તબક્કાની પાઠતાં આધારે નોંધ કરો.
દરબાર સાહેબનું પાત્રાલેખન કરો.
“માથાથી પગ સુધી લંબાઈની છ ફૂટ જમીનની જ એને જરૂર હતી!” આ વાક્ય સમજાવો.
જલાલુદીનના અબ્દુલ કલામ પ્રત્ય્રેના નિર્ભેળ પ્રેમ વિશે સાત વાક્યો લખો.
કલ્યાણીના લગ્નની તારીખ નક્કી થયા પછીના જીદુનાથનાં મનોભાવોને વર્ણવો.
પાહોમનુ પાત્રાલેખન કરો.
કલ્યાણીનુ પાત્રાલેખન કરો.