Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M $ દળનો લાકડાનો બ્લોકને દોરી સાથે બાંઘીને છત પર સ્થિર સ્થિતિએ લટકાવેલ છે. $m$ દળની ગોળી $v $ વેગથી બ્લોકમાં દાખલ થઇને $v/2$ ના વેગથી બહાર આવે છે. જો તેમની ગતિઊર્જામાં કોઈપણ પ્રકારનો વ્યય થતો ન હોય તો બ્લોક કેટલી ઊંચાઇ પર જશે?
અચળ ઝડપ $10\;ms^{-1}$ થી $x -$ દિશામાં $10 \;kg$ દળનો બ્લોક ગતિ કરતાં બ્લોક પર $F=0.1x \;\frac{J}{m}$ જેટલું અવરોધક બળ $ x= 20\;m$ થી $x=30\;m $ ની ગતિ દરમિયાન લાગે છે. તેની અંતિમ ગતિઊર્જા ($J$ માં) કેટલી હશે?
એક સાદું લોલક લાકડાનાં $50 \,g$ દળ ધરાવતા દોલક અને $2 \,m$ લંબાઈનું બનેલું છે. $75 \,g$ દળ ધરાવતી બુલેટ (ગોળી) ને $v$ જેટલા વેગથી લોલક તરફ ફાયર કરવામાં આવે છે. ગોળી દોલકમાંથી $\frac{v}{3}$ જેટલી ઝડપ સાથે બહાર આવે છે અને દોલક એક ઉર્ધ્વ (શિરોલંબ) વર્તુળ પૂર્ણ કરે છે. તો $v$ નું મૂલ્ય ............ $ms ^{-1}$ થશે. ( $g =10 \,m / s ^{2}$ લો.)
${M}$ દળ ધરાવતો પદાર્થ ${V}_{0}$ વેગથી સ્થિર રહેલા $m$ દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત પછી બંને પદાર્થ શરૂઆતની દિશા સાથે $\theta_{1}$ અને $\theta_{2}$ ખૂણે ગતિ કરે છે. $\theta_{1}$ અને $\theta_{2}$ સમાન કરવા માટે ${M} / {m}$ ના ગુણોત્તરનું મહત્તમ શક્ય મૂલ્ય કેટલું હશે?
$10 kg $ દળના એક પદાર્થ પર $(5\hat i + 6\hat j - 7\hat k)\,N$ બળ લગાડતાં તેનું $(4\hat i - 2\hat j + 5\hat k)$સ્થાનેથી $(8\hat i + 6\hat j - 3\hat k)$ સ્થાન સુધી સ્થાનાંતર થાય છે. આ દરમિયાન થયેલું કાર્ય.....$J$ માં શોધો.
એક દ્વિપરમાણ્વિક અણુમાં બે પરમાણુ વચ્ચેની સ્થિતિ-ઊર્જા $U(x)=$ $\;\frac{a}{{{x^{12}}}} - \frac{b}{{{x^6}}}$ સૂત્ર વડે દર્શાવાય છે. જ્યાં $a$ અને $b$ અચળાંક છે અને $x$ બે પરમાણુ વચ્ચેનું અંતર છે. આ બે પરમાણુ વચ્ચેની વિયોજન ઊર્જા $D = [ U ( x = \infty) - U$ સંતુલન સ્થિતિમાં] હોય, તો $D$ કેટલો હશે?