Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A$ અને $B$ બે સ્ત્રોત અવાજના તરંગો ઉત્પન્ન કરે છે. શ્રોતા $C$ બિંદુ આગળ છે. $A$ બિંદુ આગળ સ્ત્રોતની આવૃતિ $500\,Hz$ છે. $A$ હવે $4\,m/s$ ના વેગથી $C$ તરફ ગતિ કરે છે. $C$ બિંદુ આગળ $6$ સ્પંદ સંભળાય છે. જ્યારે $A$, $C$ થી $4\,m/s$ ના વેગથી દૂર જાય છે ત્યારે $C$ ને $18$ સ્પંદ સંભળાય છે. જો ધ્વનિનો ઝડપ $340\,m/s$ હોય તો $B$ સ્ત્રોત આગળ આવૃતિ $Hz$ માં કેટલી હશે?
$9.8 \,g/m$ રેખીય ધનતા ધરાવતો ધાતુના તારને $1$ મીટર દૂર રહેલા બે દઢ આધાર પર $10\; kg$ વજનના તણાવ સાથે બાંધેલ છે. તાર કાયમી ચુંબકના ધ્રુવોની વચ્ચે તેના મધ્ય બિંદુથી પસાર થાય છે અને તેમાંથી $n$ આવૃતિવાળો પ્રત્યાવર્તી પ્રવાહ પસાર કરતાં તે અનુનાદથી કંપન કરે છે. પ્રત્યાવર્તી પ્રવાહની આવૃત્તિ કેટલી ($Hz$ માં) હશે?
$9 \times 10^{-3} \,kg\, cm ^{-3}$ ઘનતા ધરાવતા તારને બે $1\, m$ દૂર રહેલા ક્લેમ્પ સાથે જડેલ છે. તારમાં પરિણામી વિકૃતિ $4.9 \times 10^{-4}$ હોય તો તારમાં લંબગત કંપનની નાનામાં નાની આવૃતિ કેટલા $HZ$ હશે? (જવાબ નજીકતમ પૂર્ણાંકમાં આપો)