Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમધ્યવર્તી સ્થિતિના માપ3 Marks
Question
મધ્યકના લાભ તથા ગેરલાભ જણાવો.
✓
Answer
લાભ: → તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ છે.તેનુ એક નિશ્ચિત ગાણિતિક સૂત્ર છે. → તે સમજવા માટે તેમજ ગણતરીમાં સરળ છે. → તે બધા અવલોકનો પર આધારિત છે. → વિશેષ બૈજિક ક્રિયાઓ માટે તે અનુકૂળ છે. → તે પ્રમાણમાં વધુ સ્થિર માપ છે.આનો અર્થ એ કે એકજ સમષ્ટિમાંથી લીધેલ સમાન કદના નિદર્શોનાં મધ્યકોમાં પ્રમાણ માં ઓછુ વિચલન હોય છે. → મધ્યકની ગણતરીમાં બધા અવલોકનોને સરખું મહત્વ આપવામાં આવે છે. ગેરલાભ: → તેના પર અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર વધુ પડતી થાય છે. → ખુલ્લા છેડાના વર્ગો ધરાવતી માહિતીમાં તેની ગણતરી કરી શકાતી નથી. → આલેખ વડે અથવા નિરિક્ષક વડે તેની ચોક્કસ કિંમત મેળવી શકાતી નથી. → જો અમુક અવલોકનો ખૂટતા હોય તો મધ્યકની ચોક્કસ કિંમત શોધી શકાતી નથી. → સરેરાશની આસપાસ સમાન રીતે વિપરીત ન થયેલી માહિતી માટે મધ્યક આપેલ માહિતીનું એટલું સારું પ્રતિનિધિત્વ ધરાવતો નથી. → જો અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય તો સરેરાશ તરીકે મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.