એક ક્લબમાં કેટલાક યુવાનો ક્રિકેટનું કૉચિંગ મેળવી રહ્યા છે. તેમાંથી 15થી 25 વર્ષના 60 યુવાનો અને 25થી 35 વર્ષના 40 યુવાનો છે. આ સમષ્ટિમાંથી સ્તરિત યાદચ્છિક નિદર્શન-પદ્ધતિ દ્વારા 15થી 25 વર્ષના 7 અને 25થી 35 વર્ષના 4 યુવાનો પુરવણીરહિત પસંદ થાય તેવો નિદર્શ મેળવો.
15થી 25 વર્ષના યુવાનો માટે યાદચ્છિક સંખ્યાઓ :
40, 25, 80, 39, 19, 27, 18, 25, 79, 19, 58, 24, 25, 34, 22, 27, 21, 26, 29
25થી 35 વર્ષના યુવાનો માટે યાદચ્છિક સંખ્યાઓ :
51, 33, 38, 35, 45, 41, 33, 57, 28, 32, 36, 28