Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કિલો મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146\; kJ$ કાર્ય કરવું પડે છે. આ પ્રક્રિયામાં વાયુંનું તાપમાન $7^{0} C$ વધતું હોય, તો આ વાયુ કેવો હોય? $\left(R =8.3 J mol ^{-1} K ^{-1}\right)$
એક કાર્નોટ એન્જિન $627°$ તાપમાને પ્રાપ્તિસ્થાનમાંથી $3 × 10^{6} cal$ ઉષ્મા શોષે છે અને $27°C $ તાપમાને મુક્ત કરે છે, તો એન્જિન વડે થયેલું કાર્ય .......
બે જુદા પથ ($ACB$ અને $ADB$) પરથી એક વાયુને $A$ થી $B$ સુધી લઈ જઈ શકાય છે. જ્યારે પથ $ACB$ અનુસરવામાં આવે ત્યારે પ્રણાલીમાં પ્રવેશતી ઉષ્મા $60\,J$ છે અને પ્રણાલી દ્વારા થતું કાર્ય $30\,J$ છે. જ્યારે પથ $ADB$ અનુસરવામાં આવે છે ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય $10\,J$ હોય તો આ પથ અનુસાર પ્રણાલીમાં પ્રવેશતી ઊષ્મા ........ $J$ હશે.
સમાન દબાણ $(P)$, કદ $(V)$ અને તાપમાન $(T)$ ધરાવતા એક પરમાણિય વાયુઓના પાત્ર $A$ અને $B$ ધ્યાનમાં લો. $A$ માંના વાયુનું તેના મૂળ કદના $\frac{1}{8}$ માં ભાગ જેટલું સમતાપી સંકોચન જ્યારે $B$ માંના વાયુનું તેના મૂળ કદના $\frac{1}{8}$ ભાગ જેટલું સમોષ્મી સંકોચન કરવામાં આવે છે. તો પાત્ર $B$ માંના વાયુના અંતિમ દબાણ અને $A$ માંના વાયુના અંતિમ દબાણનો ગુણોતર .......... છે.
સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો $A$ અને $B$ ને એક બીજા સાથે એક સ્ટોપ કોક થી જોડેલ છે $A$ એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે $B$ સંપૂર્ણ ખાલી છે આ આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે આ સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે છે આ પ્રક્રિયા ........... છે.
શરૂઆતનું તાપમાન $T\, K$ વાળા એક મોલ આદર્શ વાયુનું પર $6R$ જેટલું સમોષ્મી કાર્ય થાય છે. જો વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\frac{5}{3}$ હોય, તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થાય?