Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કાર્નો એન્જિનની કાર્યક્ષમતા $50\,\%$ છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન $40^{\circ} C$ જેટલું ઘટાડવામાં આવે તો તેની કાર્યક્ષમતા $30 \%$ જેટલી વધે છે. ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન ........... $K$ થશે.
બે જુદા પથ ($ACB$ અને $ADB$) પરથી એક વાયુને $A$ થી $B$ સુધી લઈ જઈ શકાય છે. જ્યારે પથ $ACB$ અનુસરવામાં આવે ત્યારે પ્રણાલીમાં પ્રવેશતી ઉષ્મા $60\,J$ છે અને પ્રણાલી દ્વારા થતું કાર્ય $30\,J$ છે. જ્યારે પથ $ADB$ અનુસરવામાં આવે છે ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય $10\,J$ હોય તો આ પથ અનુસાર પ્રણાલીમાં પ્રવેશતી ઊષ્મા ........ $J$ હશે.
કાર્નોટ એન્જિન $27^{\circ} C$ અને $127^{\circ} C$ તાપમાન પર કાર્ય કરે છે. ઉષ્માપ્રાપ્તિસ્થાન માંથી મેળવેલ ઉષ્મા $500\, J$ હોય તો ઠારણવ્યવસ્થામાં ગુમાવેલ ઉષ્મા ($J$ માં) કેટલી હશે?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, હિલિયમ વાયુ $ABCDA$ ચક્રમાંથી પસાર થાય છે. (જે બે સમકદ અને બે સમદાબી રેખાઓ ધરાવે છે.) આ ચક્રની કાર્યક્ષમતા આશરે ....... $\%$ થાય. (વાયુને આદર્શ વાયુ જેવો ધારો)
બે કાર્નોટ એન્જિન $A$ અને $B$ નીચે પ્રમાણે કાર્ય કરે છે. $A$ એ $ {T_1} = 800 K $ તાપમાને રહેલા ઉષ્મા પ્રાપ્તિસ્થાનમાંથી ઉષ્મા લઇને $ {T_2} K $ તાપમાનવાળી ઠારણ વ્યવસ્થામાં છોડે છે. $B$ એ $ {T_2} K. $ તાપમાને રહેલા ઉષ્મા પ્રાપ્તિસ્થાનમાંથી ઉષ્મા લઇને $ {T_3} = 300 K. $ તાપમાનવાળી ઠારણ વ્યવસ્થામાં છોડે છે.જો કાર્ય સમાન હોય,તો $ {T_2} =$ ..... $K$
એક થર્મોડાયનેમિક તંત્રને $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં $ACB$ માર્ગે અને ફરીથી $A$ અવસ્થામાં $BDA$ માર્ગે લઇ જવામાં આવે છે જેનો $PV$ ગ્રાફ દર્શાવેલ છે. આ સંપૂર્ણ ચક્ર દરમિયાન થતું કુલ કાર્ય ક્યાં ક્ષેત્રફળ વડે દર્શાવાય?