Question
મધ્યકના લાભ તથા ગેરલાભ જણાવો.

Answer

લાભ:
  • તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ છે.તેનુ એક નિશ્ચિત ગાણિતિક સૂત્ર છે.
  • તે સમજવા માટે તેમજ ગણતરીમાં સરળ છે.
  • તે બધા અવલોકનો પર આધારિત છે.
  • વિશેષ બૈજિક ક્રિયાઓ માટે તે અનુકૂળ છે.
  • તે પ્રમાણમાં વધુ સ્થિર માપ છે.આનો અર્થ એ કે એકજ સમષ્ટિમાંથી લીધેલ સમાન કદના નિદર્શોનાં મધ્યકોમાં પ્રમાણ માં ઓછુ વિચલન હોય છે.
  • મધ્યકની ગણતરીમાં બધા અવલોકનોને સરખું મહત્વ આપવામાં આવે છે.
ગેરલાભ:
  • તેના પર અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર વધુ પડતી થાય છે.
  • ખુલ્લા છેડાના વર્ગો ધરાવતી માહિતીમાં તેની ગણતરી કરી શકાતી નથી.
  • આલેખ વડે અથવા નિરિક્ષક વડે તેની ચોક્કસ કિંમત મેળવી શકાતી નથી.
  • જો અમુક અવલોકનો ખૂટતા હોય તો મધ્યકની ચોક્કસ કિંમત શોધી શકાતી નથી.
  • સરેરાશની આસપાસ સમાન રીતે વિપરીત ન થયેલી માહિતી માટે મધ્યક આપેલ માહિતીનું એટલું સારું પ્રતિનિધિત્વ ધરાવતો નથી.
  • જો અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય તો સરેરાશ તરીકે મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(\sqrt{5}+1)^5-(\sqrt{5}-1)^5$ ની કિંમત દ્વિપદી વિસ્તરણની રીતે મેળવો.
એક રમકડાંની દુકાનમાં $3$ ઢીંગલીઓ, $4$ કીચન સેટ અને $3$ કાર ડિસ્પ્લેમાં મૂકેલાં છે. એક બાળક તેમાંથી ત્રણ રમકડાં પસંદ કરે છે, તો તેમાં,
$(1)$ ત્રણેય રમકડાં ઢીંગલીઓ કેટલી રીતે પસંદ કરી શકાય ?
$(2)$ ત્રણેય રમકડાં જુદાં જુદાં કેટલી રીતે પસંદ કરી શકાય ?
$(3)$ બે ઢીંગલીઓ અને એક કીચન સેટ કેટલી રીતે પસંદ કરી શકાય ?
વિધેય $f(x)=x(2 x-7)$ જ્યાં $x \in R$ છે. જો $f(x) = 15$ હોય, તો $x$ ની કિમત મેળવો.
એક ફેક્ટરીમાં કામ કરતી કુલ $1850$ સ્ત્રીઓમાંથી $549$ સ્ત્રીઓ રજૂ વિસ્તારમાં રહેતી હતી. મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં $250$ સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો અને $93$ સ્ત્રીઓ બિનઅનુભવી હતી. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો અનુક્રમે $87$ અને $400$ હતા. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ $1336$ સ્ત્રીઓ હતી, જેમાંથી $136$ મજૂર વિસ્તારમાં રહેતી હતી. કુલ સ્ત્રીઓમાંથી $1020$ સ્ત્રીઓ અપરિણીત હતી. તેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે $163$ અને $14$ હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો.
આંકડાશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિનું મહત્વ સમજાવો.
સ્તરિત યાદચ્છિક નિદર્શનના ગેરલાભ જણાવો.
5 પુરુષો અને 3 સ્ત્રીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ત્રણેય સ્ત્રીઓ એકસાથે ન આવે ?
“આગણકો દ્વારા પ્રશ્નાવલીની રીત પ્રત્યક્ષ તપાસના સઘળાં લક્ષણો ધરાવે છે ”આ વિધાનનું કારણો સહિત સમર્થન કરો.
$8$ જુદાં જુદાં પુસ્તકોમાંથી $5$ પુસ્તકો કેટલી રીતે પસંદ કરી શકાય કે જેમાં,
$(1)$ અમુક નિશ્ચિત પુસ્તક હંમેશાં પસંદ થાય $?$
$(2)$ અમુક નિશ્ચિત પુસ્તક કદાપિ પસંદ ન થાય છે.
એક ગુણોત્તર શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદોનો સરવાળો શૂન્ય હોય, તો પાંચમું પદ શોધો.