Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$x-$ દિશામાં પ્રસરતાં લંબગત તરંગનું સમીકરણ $y (x,t)= 8.0 sin$ $\left( {0.5\pi x - 4\pi t - \frac{\pi }{4}} \right)$ મુજબ આપવામાં આવે છે, જયાં $x$ મીટરમાં અને $ t $ સેકન્ડમાં છે. આ તરંગની ઝડપ ($m/s$ માં) કેટલી થાય?
વાયોલીનની દોરી સાચા તણાવે $205 \,Hz$ નો નાદ છોડે છે. દોરીને થોડું વધારે તણાવ આપતા $205 \,Hz$ આવૃતિના સ્વરકાંટા સાથે બે સેકન્ડમાં છ સ્પંદ ઉત્પન્ન કરે છે. તરંગ દોરી વડે છોડાતા નાદની આવૃતિ ........ $Hz$ છે.
ક્રોસિંગ નજીક પહોંચતી ટ્રેનની ઝડ૫ $20 \,ms ^{-1}$ છે. તે જ્યારે ક્રોસિંગથી $1 \,km$ દુર હોય ત્યારે $640 \,Hz$ આવૃતિની સીટી વગાડે છે. હવા શાંત છે અને હવામાં અવાજની ઝડપ $330\,ms ^{-1}$ છે. ક્રોસિંગથી લંબ રીતે $\sqrt{3} \,km$ દૂર ઉભેલા શ્રોતા વડે ........ $Hz$ આવૃતિ સંભળાશે.
સમાન કંપવિસ્તાર ધરાવતા ત્રણ ધ્વનિ તરંગોની આવૃત્તિઓ અનુક્રમે $ (n-1), $ $n$ અને $(n+1) $ છે. તેઓના સંપાતીકરણના લીધે સ્પંદ ઉત્પન્ન થાય છે. એક સેકન્ડમાં ઉત્પન્ન થતાં સ્પંદોની સંખ્યા કેટલી હશે?
$90 \mathrm{~cm}$ લંબાઈના અનુનાદ્દીય તાર ધરાવતા એક સોનોમીટર ને અમુક તણાવવાળી સ્થિતિમાં રાખવામાં આવે છે ત્યારે તેની મૂળભૂત આવૃત્તિ $400 \mathrm{~Hz}$ મળે છે. આ જ તણાવ માટે $600 \mathrm{~Hz}$ ની મૂળભૂત આવૃત્તિ મળે તે માટેની અનુનાદીય તાર ની લંબાઈ. . . . . . . $\mathrm{cm}$ હશે.
એક અજાણી આવૃતિનો સ્વરકાંટાને $254 \,Hz$ ની આવૃતિના સ્વરકાંટા સાથે વગાડતા પ્રતિ સેકન્ડ $4$ સ્પંદ ઉત્પન્ન થાય છે. અજાણી આવૃતિના સ્વરકાંટાને મિણથી ભરતા તે પ્રતિ સેકન્ડ સમાન સ્પંદ આપે છે. મિણ ભરતા પહેલાની અજાણી આવૃતિ કેટલી હશે.