Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થ પૃથ્વીની સપાટી પર $20 cm$ ઉંચાઈ પરથી પડે છે. જો પૃથ્વી પર અથડાયા પછી તેની યાંત્રિકે ઊર્જામાં $75\%$ નો ક્ષય થતો હોય તો પદાર્થ ......... $cm$ ઉંચાઈ સુધી જશે.
એક ખેંચ્યા વગર ની સ્પ્રિંગ લંબાઈ $l$ અને દળ $m$ ધરાવે છે અને તેનો એક છેડો દ્રઢ આધાર સાથે જોડેલો છે.ધારો કે સ્પ્રિંગ ને એકસમાન તાર થી બનાવેલી છે તો તેના એક છેડાને સમાન વેગ $v$ થી ખેંચવામાં આવે છે તો તેણે મેળવેલી ગતિઉર્જા કેટલી થશે?
લીસા બરફની પાટ રાખેલા $M$ દળના પ્લેટ પર $m$ દળનો માણસ ઊભો છે. જો માણસ પ્લેટફોર્મની સાપેક્ષે $v$ ઝડપ સાથે પ્લેટફોર્મ પર ગતિ કરવાનું શરૂ કરે તો પ્લેટ ફોર્મ બરફની સાપેક્ષે કેટલા વેગથી પાછો ખસે છે?
$x$-અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલા એક કણ પર લાગતા કોઈ બળ વડે થતા કાર્યનો દર એ કણનાં સ્થિતિ $x$ પર આધાર રાખે છે અને તે $2 x$ ને બરાબર છે. કણનો વેગ એ ક્યાં સમીકરણ મુજબ રજુ કરી શકાય.
$400\; ms^{-1}$ ના સમક્ષિતિજ વેગથી ગતિ કરતી $10\;g $ દળની એક ગોળી, $2\; kg $ દળના લાકડાના બ્લોક સાથે અથડાય છે, જે $5\; m$ લાંબી ખેંચાઇ ન શકે તેવી દોરીથી લટકાવેલ છે. જેના લીધે બ્લોકનું ગુરુત્વકેન્દ્ર $10\;cm$ શિરોલંબ અંતર વધે છે. બ્લોકની સમક્ષિતિજ દિશામાં બહાર નીકળે ત્યારે ગોળીની ઝડપ (${ms} ^{-1}$ માં) કેટલી હશે?
ભોંયતળિયે મૂકેલો પંપમાંથી એક ઈમારત પર મૂકેલ $30 m^3 $ કદના ટેંકમાં પાણી ભરવા માટે $15 $ મિનિટ લાગે છે. જો ટેંક ભોંય તળિયાથી $40 m$ ઉપર છે. પંપની કાર્યક્ષમતા $30\%$ છે. પંપ વડે ....... $kW$ વિધુત પાવર વપરાશે .