Question
અકબરનો પરિચય આપો.

Answer

અકબર મુઘલ શાસકોમાં સૌથી વધારે પ્રભાવશાળી શાસક હતો. અકબરનો જન્મ ઈ. સ. $1542$ માં સિંધના અમરકોટના હિંદુ રાજપૂત રાજાના ઘેર થયો હતો. ઈ. સ. $1556$ માં પાણીપતના બીજા યુદ્ધમાં દિલ્લીના શાસક હેમુને હરાવીને અકબર માત્ર $14$ વર્ષની ઉંમરે દિલ્લીનો બાદશાહ બન્યો હતો. અકબરનું સામ્રાજ્ય ઉત્તરે કાબુલ, કંદહાર અને કશમીર સુધી; દક્ષિણ ગુજરાત, વરાડ, ખાનદેશ અને અહમદનગર સુધી; પશ્ચિમે બલુચિસ્તાન સુધી અને પૂર્વમાં બંગાળ સુધી ફેલાયેલું હતું. ઈ. સ. $1576$ માં અકબર અને રાણા પ્રતાપ વચ્ચે હલ્દીઘાટીનું યુદ્ધ થયું હતું, જેમાં અકબરનો વિજય થયો હતો. અકબરે ફતેહપુર સિકીને પોતાની રાજધાની બનાવીને ત્યાં જાણીતાં બાંધકામોનું નિર્માણ કરાવ્યું હતું. એ બાંધકામોમાં ગુજરાત પરના વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા તેમજ સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ, પંચમહલ વગેરેનો સમાવેશ થાય છે. અકબરે હિંદુઓ પ્રત્યે ઉદારનીતિ અપનાવી હતી. તેણે રાજપૂતો સાથે સામાજિક સંબંધો બાંધ્યા હતા. તેણે રાજપૂતોને સૈન્યનાં ઊંચાં પદો પર નીમ્યા હતા. અકબર બિનસાંપ્રદાયિક રાજા હતો. તેણે બધા ધર્મોનાં ઉત્તમ તત્ત્વોને સમાવિષ્ટ કરીને ‘દીન-એ-ઇલાહી’ નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર તેમજ બાઇબલ અને કુરાનનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો. અકબર સમાજસુધારક હતો. તેણે બાળલગ્નો અને સતીપ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો અને બળજબરીપૂર્વક ધર્માતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. અકબરના સમયમાં ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ઈ. સ. $1605$ માં અકબરનું અવસાન થયું ત્યારે મોટા ભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં આવી ગયું હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free