વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય — સામાજિક વિજ્ઞાન ધોરણ 7 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનવિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય5 Marks
Question
ટૂંકનોંધ લખો $:$ અહોમ જાતી
✓
Answer
અહોમ લોકો તેરમી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણવિસ્તારમાં વસ્યા. તેમણે ભુઇયા (ભૂસ્વામી જમીનદાર) ની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી. સોળમી સદીમાં યુટિયો $($ઈ.સ. $1523)$ અને કોચ $–$ હાજો $($ઈ.સ. $1581)$ રાજયોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. સત્તરમી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા. જો કે દક્ષિણ $-$ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણાં આક્રમણો થયાં. ઈ.સ. $1662$ માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા, પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબાસમય સુધી ટકી શક્યું નહિ. અહોમ રાજય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. વસતિ $-$ ગણતરીને આધારે વધુ વસતિ ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસતિવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળ તૂટી ગયાં. સત્તરમી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ $–$ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ” કહેવામાં આવતું. ઘણાં ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું. શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓ (પ્રકૃતિના દેવતાઓ) ની ઉપાસના કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. સિબસિંહના સમયમાં હિંદુધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. હિંદુધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહિ. અહોમ સમાજ એક અત્યંત સંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્યપ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગ્નયની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરાવવામાં આવ્યો હતો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.