Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રપ્રસારમાન3 Marks
Question
પ્રમાણિત વિચલનના લાભ તથા ગેરલાભ લખો.
✓
Answer
પ્રમાણિત વિચલનના લાભ તથા ગેરલાભ લાભ : (૧) તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે. (૨) તેની ગણતરીમાં બધાં જ અવલોકનોનો ઉપયોગ થાય છે. (૩) પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલન વધારે સક્ષમ માપ છે. (૪) પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલનનો ઉપયોગ વિશેષ થાય છે. ગેરલાભ : (૧) પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલનની ગણતરી અઘરી છે. (૨) આ માપમાં અંતિમ અવલોકનોને વધુ મહત્વ મળે છે. (૩) જો આવૃત્તિ-વિતરણ ખુલ્લા છેડાવાળું હોય તો પ્રમાણિત વિચલન શોધી ન શકાય.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.