પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો — સામાજિક વિજ્ઞાન ધોરણ 7 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનપૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો3 Marks
Question
પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો.
✓
Answer
પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલ છે. પૃથ્વીસપાટીના સૌથી ઉપલા સ્તરને ‘ ભૂકવચ ' કહે છે. તે સૌથી પાતળી સ્તર છે. તે ભૂમિખંડ પર આશરે $35$ કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે ‘ સિલિકા' (રેતી) અને ‘ઍલ્યુમિના ' (ઍલ્યુમિનિયમ) જેવાં ખનીજદ્રવ્યોની બનેલી છે. તેથી તેને ‘ સિયાલ' [$(SIAL)$ ($kSI$ ' $–$ સિલિકા અને ‘ $AL-$ઍલ્યુમિના)] કહેવામાં આવે છે. આંતરિક ભૂગર્ભ ‘સિયાલ'ની નીચેનો સ્તર મુખ્યત્વે ‘ સિલિકા' અને\ ‘મૅનેશિયમ'નો બનેલો છે. તેથી તેને ‘ સિમા` $(SIMA)$ ($SI-$સિલિકા અને $MA –$ મૅગ્નેશિયમ) કહેવામાં આવે છે. સિમાની બરાબર નીચે મૅન્ટલ છે. તે આશરે $2900$ કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. તેની ત્રિજ્યા આશરે $3500$ કિલોમીટર જેટલી છે. આ સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવાં ખનીજોનું બનેલું છે. તેથી તેને નિફે (નિ$-$નિકલ અને ફે$-$ફેરસ) કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.