Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનમધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો3 Marks
Question
સ્થાપત્ય એટલે શું?
✓
Answer
$1.$ સ્થાપત્ય એટલે પ્રાચીન સમયમાં સ્તુપો, સ્તંભલેખો, કોતરણી તથા વિશેષ પ્રકારના મહેલને સ્થાપત્યો કહી શકાય. $2.$ મૌર્યયુગથી લઇ અનુમૌર્યયુગ તથા મધ્યયુગમાં રાજા-મહારાજાઓ દ્વારા કારીગરોની કલાનો ઉપયોગ કરી સ્થાપત્યો બનાવવામાં આવ્યા હતા, જેને આજે પણ દેશની ધરોહરના રૂપમાં સાચવવામાં આવી રહ્યાં છે. $3.$ સ્થાપત્યને સરળ અર્થમાં સમજીએ તો સ્થાપત્ય એટલે બાંધકામ. મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેને સ્થાપત્ય કહેવામાં આવે છે. $4.$ આ સિવાય સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને 'સ્થપતિ' કહેવાય છે. $5.$ ભારતમાં ઘણા સ્થાપત્યો છે જેને આજે પણ તમે જોઈ શકો છો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.