$r$ ત્રિજયની અવાહક લૂપ પર $q$ વિજભાર એકસમાન રીતે પથરાયેલ છે. જો તેને તેની લંબ અક્ષને અનુલક્ષીને $\omega $ જેટલી કોણીય ઝડપથી ફેરવવામાં આવે તો લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$I$ બાજુનું યોરસ ફ્રેમ વિદ્યુતપ્રવાહ $i$ ધરાવે છે. તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર $B$ છે. ચોરસની પરિમિતિ જેટલી જ પરિમિતિ ધરાવતા વર્તુળાકાર ગુંચળામાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. વર્તુળાકાર ગૂંચળા કેન્દ્ર પાસે ક્ષેત્ર $B^{\prime}$ છે,તો $\frac{B}{B^{\prime}}$ નો ગુણોતર કેટલો થાય?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અતિ લાંબા સુરેખ વાહક તારમાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈ એક ક્ષણે $P$ બિંદુ પાસે $+q$ વિદ્યુતભારનો વેગ $\vec v$ ધન $X$ દિશામાં છે, તો વિદ્યુતભાર પર લાગતું બળ કઈ દિશામાં હશે?
$l$ લંબાઈ માં $0.3\,T$ નું ચુંબકીય ક્ષેત્ર છે. પ્રોટોન આ ક્ષેત્ર સાથે $60$ ના ખૂણે $4 \times 10^{5}\, ms ^{-1}$ ના વેગ થી દાખલ થાય છે. $10$ પરિણામમાં પ્રોટોન $l$ અંતર કાપતો હોય તો $l= ....... m$
એક તારને $100\,cm$ બાજુના સમભૂજ ત્રિકોણના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે અને $2\;A$ નો વિદ્યુતપ્રવાહ તેમાંથી વહે છે. તેને કાગળના સમતલની અંદર લંબ દિશામાં $2.0\,T$ પ્રેરણના ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. ત્રિકોણની દરેક બાજુ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા કેટલી હશે ?
એક અવાહક પાતળા $l$ લંબાઇના સળીયા પર $\rho \left( x \right) = {\rho _0}\,\frac{x}{l}$ જેટલી રેખીય વિજભાર ઘનતા છે. ઉગમ બિંદુ $(x= 0)$ માંથી પસાર થતી અને સળીયાને લંબ અક્ષને અનુલક્ષીને સળિયાને પરિભ્રમણ કરાવવામાં આવે છે. જો સળીયો $n$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ ફરતો હોય તો સળીયા માટે સમય સરેરાશ ચુંબકીય ચાક માત્રા કેટલી હશે?
$R$ ત્રિજ્યાની અવાહક તકતી પર $Q$ વિદ્યુતભાર નિયમિત રીતે વહેંચાયેલો છે. તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબરૂપે રહેલી અક્ષને અનુલક્ષીને તકતી $\omega$ જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. જેને કરાણે તકતીના કેન્દ્ર પર $B$ જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય છે. હવે જે વિદ્યુતભાર અને કોણીય ઝડપને અચળ રાખીએ અને તકતીની ત્રિજ્યાને બદલાતી લઈએ તો તક્તીના કેન્દ્રમાં ચુંબકીય પ્રેરણ નીચેના પૈકી કઈ આકૃતિ પ્રમાણે બદલાશે?