Question
રાજ્ય સરકારનું માળખું સમજાવો.

Answer

રાજ્ય સરકારનું માળખું નીચે મુજબ છે:
  • ધારાસભા: ભારતના દરેક રાજ્યમાં ધારાસભા હોય છે. તે એક કે બે ગૃહોની બનેલી હોય છે. તેનું નીચલું ગૃહ 'વિધાનસભા' અને ઉપલું ગૃહ 'વિધાનપરિષદ' કહેવાય છે.
  • કારોબારી: રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનો તેમજ વહીવટી અધિકારીઓનો સમાવેશ થાય છે.
  • ન્યાયતંત્ર: રાજ્યમાં એક વડી અદાલત (હાઈકોર્ટ) હોય છે. વડી અદાલતના હકૂમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી તાબાની અદાલતોમાં જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતો હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free