ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ-આવરણ તૈયાર થાય છે.
આ ભૂમિ-આવરણમાં ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેગોલિથ કહેવાય છે. જેમાં કેવળ ખનીજ દ્રવ્યો હોય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે.