Question
રણછોડ પગીએ ભારતીય સેનાને કઈ કઈ રીતે મદદ કરી$?$

Answer

રણછોડ પગીએ ઈ. સ. $1965$ના પાકિસ્તાની હુમલા વખતે કચ્છનાં ગામડાંઓમાં છુપાયેલા શત્રુસૈન્યની પાક્કી બાતમી ભારતીય સૈનિકોને આપી. આપણા દસ હજાર સૈનિકોને ટૂંકા રસ્તેથી બહુ ઝડપથી યુદ્ધક્ષેત્રમાં પહોંચાડયા હતા.
ઈ. સ. $1971$ના યુદ્ધ વખતે ઊંટ ઉપર પાકિસ્તાન જઈ, ત્યાંના ધોરા વિસ્તારમાં છુપાયેલા પાકિસ્તાની સૈન્યની બધી ગુપ્ત માહિતી ભારતીય સૈન્યને પહોંચાડેલી. આ ઉપરાંત ઘાયલ રણછોડ પગીએ $50$ કિમી દૂરની બીજી છાવણીમાંથી ઊંટ ઉપર દારૂગોળો લાવી આપણા સૈનિકોને આપ્યો. આ રીતે રણછોડ પગીએ ભારતીય સેનાને મદદ કરી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free