Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ચુંબકીય ડાયપોલ $X$ અને $Y$ને તેમની અક્ષ એકબીજા સાથે લંબ રૂપે રહે તે રીતે એકબીજાથી $d$ અંતરે મુકેલ છે.$Y$ ની ડાયપોલ મોમેન્ટ $X$ ની ડાયપોલ મોમેન્ટ કરતાં બમણી છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $q$ વિદ્યુતભાર ધરાવતો કણ મધ્યબિંદુ $P$ પાસેથી સમક્ષિતિજ સાથે $\theta = 45^o$ ના ખૂણેથી પસાર થાય ત્યારે કણ પર કેટલા મૂલ્યનું બળ લાગતું હશે? ($d$ નું મૂલ્ય ડાયપોલના પરિમાણ કરતાં ઘણું વધારે છે.)
એક ફાઇટર પ્લેનની લંબાઈ $20\, m$, વિંગ સ્પેનની લંબાઈ(એક પાંખડાની ટોચથી બીજા પાંખડાની ટોચ સુધીનું અંતર) $15\,m$ અને ઊંચાઈ $5\,m$ છે જે દિલ્હીની ઉપર પૂર્વ દિશા તરફ $240\, ms^{-1}$ની ઝડપથી ગતિ કરે છે. દિલ્હી ઉપર પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર $5 \times 10^{-5}\,T$ જેટલું અને તેના માટે ડેક્લિનેશન $ \sim {0^o}$ અને ડીપ એન્ગલ $\theta$ એ $\sin \,\theta = \frac{2}{3}$ જેટલો છે. જો પ્લેનની નીચેની અને ઉપરની બાજુ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન $V_B$ અને પાંખડાની ટોચ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન $V_W$ હોય તો $V_B$ અને $V_W$ નું મૂલ્ય લગભગ કેટલું હશે?
$0.12\, m$ લંબાઇની એક ચુંબકીય સોયને તેના મધ્યબિંદુમાંથી એક દોરી વડે એ રીતે લટકાવામાં આવે છે કે જેથી તે સમક્ષિતિજ સાથે $45^o$ કોણ બનાવે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $18\times 10^{-6}\, T$ છે. જો આ સોયના ધ્રુવની પ્રબળતા $1.8\, Am$ હોય તો આ સોયને તેના મધ્યબિંદુથી સમક્ષિતિજ સ્થિતિમાં લટકાવવામાં આવે છે. તેને સમક્ષિતિજ રાખવા તેના છેડા પર લગાડવું પડતું ઊર્ધ્વબળ _____ હશે.