સિંહ શિકારની શોધમાં હતો. એને કોઈ પ્રાણી ન દેખાતાં તે હતાશ થઈને બેઠો હતો. એવામાં એને બકરીનું બચું દેખાયું. સિંહે તેને પકડી લીધું, પરંતુ મારતાં તેનો જીવ ચાલ્યો નહિ. વળી, તે પોતાના બચ્ચા સાથે રમે અને મોટું થાય એમ વિચારીને તે બચ્ચાને સિંહણ પાસે લઈ આવ્યો. આ પ્રસંગના આધારે કહી શકાય કે સિંહ દયાળુ હતો.