Question
સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ વચ્ચેનો તફાવત સમજાવો.
| ક્રમ | સમષ્ટિ તપાસ | ક્રમ | નિદર્શ તપાસ |
| $1$ | જો માહિતી મેળવવા માટે સમષ્ટિના બધાં જ એકમોની તપાસ કરવામાં આવે તો તેવી તપાસને સમષ્ટિ તપાસ કહે છે. | $1$ | સમષ્ટિમાંથી કોઈ એક ચોક્કસ પદ્ધતિ દ્વારા પસંદ કરેલા નિદર્શના એકમોની તપાસ કરી માહિતી મેળવવામાં આવે તો તેવી તપાસને નિદર્શ તપાસ કહે છે. |
| $2$ | સમષ્ટિ તપાસમાં બધાં જ એકમોની તપાસ કરવાની હોવાથી સમય, શક્તિ અને ખર્ચ વધુ પ્રમાણમાં થાય છે. | $2$ | નિદર્શ તપાસમાં ઓછા એકમોની તપાસ કરવાની હોવાથી સમય, શક્તિ અને ખર્ચમાં બચત થાય છે. |
| $3$ | સમષ્ટિમાં બધાં જ એકમોની તપાસ કરવાની હોવાથી ચોકસાઈ જાળવી શકાતી નથી. | $3$ | સમષ્ટિના એકમો પૈકી અમુક જ એકમોની તપાસ કરવાની હોવાથી યોગ્ય ચોકસાઈ જાળવી શકાય છે. |
| $4$ | સમષ્ટિ તપાસમાં બધાં જ એકમોની તપાસ કરવાની હોવાથી મોટી સંખ્યામાં આગણકોની જરૂર પડે છે, તેથી નિષ્ણાત વ્યક્તિઓની સેવા લેવાનું પરવડતું નથી. | $4$ | નિદર્શ તપાસમાં મર્યાદિત એકમોની જ તપાસ કરવાની હોવાથી ઓછી સંખ્યામાં આગણકોની જરૂર પડે છે, તેથી નિષ્ણાત વ્યક્તિઓની સેવા લેવાનું પરવડી શકે છે. |
| $5$ | સમષ્ટિ તપાસમાં બધાં જ એકમોની તપાસ કરવાની હોવાથી કાર્યબોજ વધુ રહે છે, તેથી તપાસ કરવાનો કંટાળો આવે છે. | $5$ | નિદર્શ તપાસમાં ઓછા એકમોની તપાસ કરવાની હોવાથી કાર્યબોજ પ્રમાણમાં ઓછો રહે છે, તેથી તપાસ કરવાનો કંટાળો ઓછો આવે છે. |
| $6$ | તપાસ દરમિયાન એકમોનો નાશ થતો હોય ત્યારે સમષ્ટિ તપાસ યોગ્ય નથી. | $6$ | તપાસ દરમિયાન એકમોનો નાશ કરવાનો હોય ત્યારે નિદર્શ તપાસ જ યોગ્ય ગણાય છે. |
| $7$ | સમષ્ટિ તપાસમાં પ્રત્યેક એકમ પાસેથી માહિતી મેળવવામાં આવતી હોવાથી સંપૂર્ણ માહિતી મળે છે. | $7$ | નિદર્શ તપાસમાં મર્યાદિત એકમો પાસેથી માહિતી મેળવવામાં આવતી હોવાથી કેટલીકવાર અધૂરી માહિતી મળે છે. |
| $8$ | સમષ્ટિ તપાસમાં પરિણામોની ચકાસણી કરી શકાતી નથી. | $8$ | નિદર્શ તપાસમાં તાલીમ પામેલા અન્વેષકોની મદદથી પરિણામોની ચકાસણી કરી શકાય છે. |
| $9$ | સમષ્ટિના એકમોની સંખ્યા પ્રમાણમાં ઓછી કે મર્યાદિત હોય ત્યારે સમષ્ટિ તપાસ કરી શકાય. | $9$ | સમષ્ટિના એકમોની સંખ્યા પ્રમાણમાં વધુ કે અમર્યાદિત હોય ત્યારે નિદર્શ તપાસ જ વધુ યોગ્ય ગણાય. |
| $10$ | ભારતમાં દર દસ વર્ષ થતી વસ્તી ગણતરીએ સમષ્ટિ તપાસ ગણાય. | $10$ | ભારતમાં દર દસ વર્ષ થતી વસ્તી ગણતરીએ નિદર્શ તપાસમાં થઈ શક્તિ નથી. |
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.