Question
સંચયી આવૃત્તિ$-$વિતરણ વિશે ટૂંકનોંધ લખો.

Answer

  • જે તે અવલોકન કે વર્ગ અંતરાલને અનુરૂપ સંચયી આવૃત્તિ દર્શાવવામાં આવે તો તેવી ગોઠવણી કે વિતરણને સંચયી આવૃત્તિ$-$વિતરણ કહેવામાં આવે છે.
  • અસતત આવૃત્તિ$-$વિતરણની પ્રત્યેક ચલ કિંમત અને તેને અનુરૂપ સંચયી આવૃત્તિ પરથી મળતાં વિતરણને અસતત સંચયી આવૃત્તિ$-$વિતરણ કહે છે.
  • તેવી જ રીતે સતત આવૃત્તિ$-$વિતરણના દરેક વર્ગના સીમાબિંદુ અને તેને અનુરૂપ સંચયી આવૃત્તિ પરથી મળતાં વિતરણને સતત સંચયી આવૃત્તિ$-$વિતરણ કહે છે.
  • અસતત આવૃત્તિ$-$વિતરણમાં જે તે અવલોકન અને સતત આવૃત્તિ$-$વિતરણમાં વર્ગ અંતરાલના ઉર્ધ્વ સીમાબિંદુથી ઓછી
  • કિંમત ધરાવતાં અવલોકનોને સમાવતી બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિઓનો સરવાળો દર્શાવતી ગોઠવણીને ‘થી ઓછા' પ્રકારનું સંચયી આવૃત્તિ$-$વિતરણ કહે છે.
  • અસતત આવૃત્તિ$-$વિતરણમાં જે તે અવલોકન અને સતત આવૃત્તિ$-$વિતરણમાં વર્ગ અંતરાલના અધઃસીમા બિંદુથી વધુ કિંમત
  • ધરાવતા અવલોકનોને સમાવતી બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિઓનો સરવાળો દર્શાવતી ગોઠવણીને ‘થી વધુ' પ્રકારનું સંચયી આવૃત્તિ$-$વિતરણ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક શાળાના કોઈ વગના વિદ્યાર્થિઓની $100$ ગુણની પ્રથમ કસોટીમાં મેળવેલા ગુણનો વિસ્તાર $80$ ગુણ અને પ્રમાણિત વિચલન $20$ ગુણ મળે છે. આંતરિક ગુણની ગણતરી કરવા માટે પ્રથમ કસોટીમાં મળેલા ગુણનો $4$ વડે ભાગાકાર કરી તેને ઉપયોગમાં લેવામાં આવે છે, તો આમ કરવાથી પ્રથમ કસોટીના બનતા ગુણનો વિસ્તાર અને પ્રમાણિત વિચલન શોધો.
હૉકીની એક ટુર્નામેન્ટમાં $16$ મૅચમાં થયેલા ગોલની સંખ્યાનું વિતરણ આપેલું છે. આ માહિતી પરથી મૅચદીઠ ગોલની સંખ્યાનું સરેરાશ વિચલન શોધો.
ગોલની સંખ્યા $1$ $2$ $3$ $4$ $5$
મૅચની સંખ્યા $1$ $4$ $6$ $4$ $1$
આંકડાશાસ્ત્રના અભ્યાસમાં વર્ગીકરણની જરૂરિયાત શા કારણે છે ?
$5$ પુરુષો અને $3$ સ્ત્રીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ત્રણેય સ્ત્રીઓ એકસાથે ન આવે $?$
એક આવૃત્તિ-વિતરણમાં 25 % અવલોકનોની કિંમત 30 કરતાં ઓછી અને 25 % અવલોકનોની કિંમત 45 કરતાં વધુ છે. જો તેનો વિષમતાંક 0.8 હોય, તો મધ્યસ્થ શોધો.
એક ગુણોત્તર-શ્રેણી માટે $r=\frac{1}{3}, S_4=\frac{80}{27}$ હોય તો, $a$ અને $T_6$ શોધો.
$f: R \rightarrow R , f(x)=x^2+5 x-6$ હોય, તો વિધેય $f$ નો પ્રકાર જણાવો.
ગૌણ માહિતીની મર્યાદાઓ જાણનાર, જો સાવચેતીપૂર્વક તેનો ઉપયોગ કરે તો ગૌણ માહિતી પણ ઘણી ઉપયોગી નીવડી શકે છે. સમજાવો.
એક કુટુંબના ત્રણ સભ્યો પતિ, પત્ની અને પુત્રીને એક ગ્રૂપફોટા માટે એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય ?
સ્તરિત યાદચ્છિક નિદર્શનપદ્ધતિના લાભ અને ગેરલાભ લખો.